વલસાડ જિલ્લા ના અંતરિયાળ વિસ્તારમાં હવે દારૂ ની હેરફેરી વધી છે
પોલીસે બે જુદા જુદા બનાવ માં 35 હજાર થી વધુની કિંમત નો દારૂ ઝડપી લીધો હતો જેમાં પ્રથમ બનાવ માં
નાનાપોંઢા પોલીસ વારણા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી, તે દરમિયાન સેલવાસ તરફથી ટીવીએસ જીપીટર મોપેડ બાઈક નંબર જીજે૧૫, બીપી૯૩૭૯ ઉપર દૂધ નું કેન લટકાવી બે ઈસમો આવી રહ્યા હતા, જેઓને ન પોલીસે અટકાવી દૂધની બરણીમાં અને ડીકીમાં તપાસ કરતા રૂ. 1,800 ની કીમત ની 16 નંગ વિદેશી દારૂની બાટલીઓ મળી આવતા બાઇક સવાર રમેશભાઈ વાનસાભાઈ પટેલ અને હરેશભાઈ જમશીભાઈ વારલી ની ધરપકડ કરી હતી.
જયારે બીજા બનાવ માં નાનાપોઢા પોલીસે બાતમી ના આધારે નાનાપોઢા ચાર રસ્તા સર્કલ નજીક સફેદ કલરની મારુતિ ઈક્કો કાર નંબર જીજે૧૫, સીજે૫૬૪૭ ને અટકાવી કારમાં તપાસ કરતા આગળના ભાગે ક્લીનર સીટ નીચે તેમજ વચ્ચેની સીટ નીચે તથા પાછળના સીટ નીચેથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટી વિદેશી દારૂની રૂ. ૩૪,૪૦૦ ની કિંમત ની 55 નંગ બાટલીઓ આવતા હતી, પોલીસે કાર ચાલક ગોવિંદભાઈ રામાભાઈ ઘાંચી ની ધરપકડ કરી હતી
આમ વલસાડ જિલ્લા ના અંતરિયાળ વિસ્તારો માં દારૂ ની હેરાફેરી વધી હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
