રાજ્ય માં વાવાઝોડા અગાઉ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને રાજ્ય કાંઠા વિસ્તારના મોટા ભાગના જિલ્લામાં વરસાદ નો માહોલ છે, જ્યારે રાજ્યના 15 જિલ્લામાં 70થી 175 કિ.મી.ની ઝડપે પવન ફૂંકવાની શક્યતાઓ છે.
દક્ષિણ ગુજરાત ના વલસાડ પંથક માં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.વલસાડ જિલ્લા માં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
વલસાડ ના તિથલ બીચ પર પણ વરસાદી માહોલ સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો અને ઉંજા મોજા ઉછળી રહ્યા હતા
તાઉ-તે વાવાઝોડુ ગુજરાત તરફ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ રાજ્યના વાતાવરણમાં અને દરિયામાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા વલસાડ, વેરાવળ, અમરેલી, ભાવનગર અને જામનગરના દરિયામાં કરન્ટ જોવા મળી રહ્યો છે. વલસાડના તિથલ અને વેરાવળના દરિયામાં વાવાઝોડાના પગલે ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. તંત્ર પણ વાવાઝોડાના પગલે સાબદૂ થયું છે અને લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.
વાવાઝોડું ઝડપભેર ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની સંભવિત અસર પોરબંદર,ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, મોરબી, કચ્છ, ભરૂચ, વલસાડ નવસારી, સુરત જિલ્લામાં જોવા મળશે. તિથલ બિચ પર ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. નવસારીના ઊભરાટમાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે. જામનગરનાં બંદરો પર 2 નંબરનું સિગ્નલ અપાયું છે. આમ દક્ષિણ ગુજરાતમાં હાલ ભારે પવન સાથે વરસાદ પડ્યા ના અહેવાલ છે.