વલસાડ માં નવા કલેકટર તરીકે ગાંધીનગર ડીડીઓ આર.આર.રાવલ ચાર્જ સંભાળશે અને હાલ ના કલેક્ટર સી.આર ખરસાણ 31 મેં 2020 ના રોજ વલસાડ થી જ નિવૃત્તિ લેશે.
રાજ્ય સરકાર ના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 6 જેટલા કલેકટર ની બદલી અને નિમણૂક ના કરેલા આદેશ કરતા વલસાડ માં નિવૃત થઈ રહેલા શ્રી ખરસાણ ના સ્થાને શ્રી રાવલ ની નિમણૂક થઈ છે.
ઇ-ગવરન્સ , ઇ-મેઘ અર્લી વોર્નિંગ સિસ્ટમ ના એવોર્ડ વિજેતા અને વલસાડ માં સારી કામગીરી માટે અધિકારી ખરસાણ ની નોંધ લેવાઈ હતી. તેઓએ 30 એપ્રિલ 2017 માં વલસાડ કલેક્ટર નો ચાર્જ લીધા બાદ વલસાડ થી જ નિવૃત્તિ થયા છે, તેઓ એ ત્રણ વર્ષ કરતા વધુ સમય સુધી વલસાડ માં ફરજ બજાવી છે અગાઉ પણ 3 વર્ષ કરતા વધુ સમય વલસાડ માં ફરજ બજાવનારા કલેક્ટરો માં સ્વ.મૃદુલાબેન વશી,ઓ.રવિ અને પંકજ કુમાર નો સમાવેશ થાય છે.
નવા નિમણૂક પામેલા કલેકટર આર.આર.રાવલ 2009 ની બેચના સનદી અધિકારી છે અને સતત ફિલ્ડ ઉપર જઈને કામ કરતા હોવાની છાપ ધરાવે છે.
