વલસાડ માં વર્ષો જૂની પાર્કિંગ અને ગીચતા ની સમસ્યાઓ હવે ધીરેધીરે દૂર કરવા તંત્ર કામે લાગ્યું છે અને વલસાડ માં ત્રણ અધિકારીઓ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા અને પાલિકા ના ચીફ ઓફિસર વલસાડ માટે કઈક નવું કરવાની નેમ ધરાવતા હોવાથી વલસાડ નો નકશો બદલાય તેવા સંજોગો જોવા મળી રહયા છે. કલ્યાણ બાદ સામે ના વર્ષો જુના દબાણો હઠાવ્યા બાદ હવે શહેરી વિસ્તારોમાં પણ માર્ગો પહોળા કરવા પાલિકા દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.
શહેર ના મહિલા તબીબ ડો.શૈલજા મ્હસ્કર ઘણા વર્ષો થી દબાણો મુદ્દે રજૂઆતો કરી રહ્યા છે,ત્યારે તેઓ એ કલેકટર,એસપી અને પાલિકાને તિથલ રોડ વોર્ડ નં.8 વિસ્તારની સોસાયટીઓ ના ગેરકાયદે રોડ માર્જિનગ માં આવતા દબાણો હટાવવા રજૂઆત કરતા તંત્ર દ્વારા વોર્ડના વિવિધ વિસ્તારોમાં 25 જેટલી સોસાયટીઓ માં ઉભા કરાયેલા બંગલાઓની કમ્પાઉન્ડ વોલની સ્થિતિ અંગે સર્વે ચાલુ થયું છે અને રોડ માર્જિનમાં દબાણો થયા છે કે કેમ ?તે માટે સીઓ જે.યુ.વસાવા, સિટી ઇજનેર હિતેશ પટેલ સહિત પાલિકાની ટીમેં સ્થળ પર જઇ નિરીક્ષણ કરતા આગામી સમય માં આવા દબાણો ઉપર હથોડા ઝીકવા ની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
વલસાડ તિથલ રોડ ઉપર
તારાબાગ સહિતની અનેક સોસાયટીમાં માર્જિનના દબાણ મુદ્દે ફરિયાદ ઉઠવા પામી છે.
વલસાડમાં હાલ માં માર્જિનના દબાણો દૂર કરવા પહેલ થઇ છે ત્યારે તિથલ રોડ વોર્ડ નં.8માં સોસાયટીઓમાં રોડ માર્જિન છોડ્યા વિના બાંઘકામ થયાં છે તેની પણ ફરિયાદો બાદ સર્વે થયો છે અને હવે આવા બાંધકામો શોધીને તોડી પાડવા તંત્ર એ તૈયારીઓ શરૂ કરતાં આગામી દિવસો માં વલસાડ ના મુખ્ય રસ્તાઓ ઉપર પણ દબાણો દૂર થવાની આશા જાગી છે અને વલસાડ માં માર્ગો ખુલ્લા થતા એક નવા વલસાડ ની આશા બંધાઈ છે.
