વલસાડ શહેર માં રહેતી એક અલ્લડ યુવતી ને પ્રેમજાળ માં ફસાવીને લગ્નની લાલચ આપી ‘મેં મરી જવા’ કહીને ઇમોશનલ બ્લૅકમેઈલ કરી યુવતી સાથે શરીર સુખ માણી તેને કાયમી બનાવી દીધું હતું અને યુવતી ની ઈચ્છા વિરુદ્ધ બળાત્કાર ગુજારાતો રહ્યો હતો. જોકે ત્યારબાદ યુવતી ને યુવક માત્ર શરીર નો જ ભૂખ્યો હોવાનો અહેસાસ થતા તે એલર્ટ થઈ ગઈ હતી અને પોતાનો ઉપભોગ કરનાર યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનો મામલો સામે આવ્યો છે.
વલસાડના પોશ વિસ્તારમાં રહેતો યુવાન યુવતીને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી યુવક તેને પોતાના ઘરે તેમજ દમણ અને વલસાડ ના તિથલ દરિયા કિનારે આવેલી એક હોટલમાં બોલાવી ને વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની વાત બહાર આવી છે અને માત્ર શરીર ભૂખ્યા પ્રેમી ની પોલ ખુલતા પોતાની જિંદગી બરબાદ કરનાર યુવાન વિરુદ્ધ વલસાડ શહેર પોલીસમાં મોડી રાત્રે નોંધવામાં આવી હતી.
આ ઘટના એ ભારે ચકચાર જગાવી છે અને સમાજ માં ફરતા આવા વાસના ભૂખ્યા વરુઓ થી યુવતીઓ એ સાવધ રહેવાની જરૂર છે આવા તો અનેક બનાવો અખબાર અને મીડિયા માં અવારનવાર ચમકતા રહે છે તેમછતાં કહેવાતા પ્રેમ માં ભાન ભૂલી યુવતીઓ ભૂલ કરી પોતાની જિંદગી તબાહ કરતી રહે છે.
આ કેસની વધુ તપાસ પીએસઆઇ દેવરાજ પરમાર કરી રહ્યા છે.
