વલસાડ જિલ્લા ના ધરમપુર નજીક આવેલ ભૂતસર ગામમાં નિવૃત જીવન ગાળતા શિક્ષક દંપતી ને નિશાન બનાવી ને લૂંટ વિથ મર્ડર ના ચકચારી ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ને પોલીસે હાઇવે ઉપર થી દબોચી લીધા છે જેમાં 2 મહિલા સહીત 3 ઈસમો નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી કાર, સોનાના ઘરેણાં, 3 મોબાઈલ અને રોકડા રૂપિયા 60 હજાર મળી કુલ 6.82 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો આ ટોળકી એ નવસારી અને સુરતમાં પણ કેટલીક નાની મોટી ચોરીઓને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું છે.
વિગતો મુજબ ધરમપૂર નજીક આવેલા ભૂતસર ગામમાં રહેતા અને ફલધરા માધ્યમિક સ્કૂલના નિવૃત શિક્ષકના ઘરે 30 ઑગષ્ટની રાત્રીએ 3 હિન્દી ભાષી અજાણ્યા યુવકોએ ચપ્પુની અણીએ લૂંટ ની ઘટના ને અંજામ આપ્યો હતો અને લૂંટ દરમિયાન નિવૃત શિક્ષકના પત્નીનું લૂંટારૂઓએ મોઢું દબાવી હત્યા કરી હતી. જે ઘટનામાં વલસાડ LCB, SOG અને રૂરલ પોલીસે જુદીજુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. દરમ્યાન વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને મહત્વની કડીઓ મળી આવતા આ લૂંટ-મર્ડર ના આરોપીઓ હાઇવે ઉપર અતુલ પાવર હાઉસ પાસે થીએક કાર નં.GJ-15-AD-4772માં ભૂતસરની પસાર થવાના હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વલસાડ LCBની ટીમે વોચ ગોઠવે હાઇવે જામ કરીને બાતમીવાળી કાર મળી આવતા
તેમાં બેઠેલી 2 મહિલા સહીત 3 આરોપીઓને LCBની ટીમે ઝડપી લઇ આરોપી શ્રીભાઈ તેજબહાદુર કવિ, હમઝા ઉર્ફે હની રિયાઝ કુરેશી અને દક્ષા ઉર્ફે વૈશાલી શશીકાંત પટેલ તમામ રહે ધરમપુરની પૂછપરછ કરતા તેઓએ ભૂતસરની લૂંટ અને હત્યાનો ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી એક કાર, સોનાનાં ઘરેણાં, 3 મોબાઈલ અને રોકડા રૂ. 60 હજાર મળી કુલ 6.82 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગુનામાં સંડોવાયેલા વધુ 3 આરોપીઓ વિજય કિશન ધુંટીયા, નીતિન બકુલ ધાટીયા બંને રહે આસુરા, ધરમપુર અને અલ્પેશ અમૃતભાઈ પટેલ (પોલીસ)રાનકુવા ચીખલી તેઓની સાથે 8 માસ પહેલા રાનકૂવામાં ચેન સ્નેચિંગ કરી હતી. જે કેસમાં આ આરોપીઓ વોન્ટેડ છે. આમ આ ઘટના માં એલસીબી ની ભૂમિકા મહત્વ ની રહી હતી.
