વલસાડ ના સરોણ નજીક હાઇવે ઉપર આવેલી હોટલ રાજપૂરોહિત ઢાબાના કમ્પાઉન્ડમાં પેટ્રોલ ભરેલા ટેન્કરમાંથી પેટ્રોલ ચોરી નું કૌભાંડ વલસાડ રૂરલ પોલીસે ઝડપી લીધું હતું ગત સાંજના લગભગ 6.30 વાગ્યાના અરસામાં વલસાડ રૂરલ પોલીસે સુરતથી મુંબઇ તરફ જતા હાઇવે ઉપર આવેલા રાજપુરોહિત ઢાબા ઉપર રેડ કરતા ઢાબાના કમ્પાઉન્ડમાં ટેન્કર માંથી ગેરકાયદે રીતે પેટ્રોલ ચોરી નો મામલો સામે આવ્યો હતો અને 4 ઇસમ ટેન્કરના ઉપરના ભાગે ઢાંકણ ઉંચું કરી અંદર પાઇપ લગાવી પેટ્રોલ કાઢી રહ્યા હોવાનું જણાતાં પોલીસે તમામ ને રંગેહાથ દબોચી લીધા હતા.
જેમાં ડુંગરી નવીનગરી હિરાલાલ પટેલના મકાનમાં રહેતા મૂળ ભીલવાડા,ઘેલેવા પોસ્ટ,રાજસ્થાનના રહીશ અને ઢાબામા કામ કરતાં નારાયણ શંકરલાલ ઉપાધ્યાય શર્મા,રાજપુરોહિત હોટલના મેનેજર પુખરાજ સાવળાજી રાજપુરોહિત,ઉધનામાં રહેતા અને મૂળ જોનપુર,યુપીના રાકેશ શ્યામરાવ યાદવ, ક્લીનરઅને સંતોષ દેવનારાયણ પાલ ડ્રાઇવર નો સમાવેશ થાય છે.
આ કૌભાંડમાં પકડાયેલા ઉધનાના રહીશ સંતોષ પાલની પૂછપરછમાં પોલિસને જણાવ્યા મુજબ સુરત હજીરાના ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.થી પેટ્રોલ અને ડીઝલ ટેન્કરમાં ભરી ઓર્ડર મુજબ પેટ્રોલ પંપ સુધી ડિલિવરી કરે છે.ટેન્કર ડ્રાઇવર અને ક્લીનર રાજરપુરોહિત રાજસ્થાની ઢાબાના મેનેજર પુખરાજ સાવળાજી રાજપુરોહિત તથા તેમા કામ કરતાં નારાયણ શંકરલાલ ઉપાધ્યાય ના પરિચય માં આવ્યા બાદ આ ગેરકાયદે પ્રવૃત્તિ શરૂ કરી હતી.
આરોપી સંતોષ પાલે પોલીસ ને જણાવ્યું કે, પેટ્રોલ કાઢી કેરબામાં ભરી ઢાબા મેનેજર પુખરાજને એક કેરબામાં 20 લિટર કાઢી આપતા જેના રૂ.1 હજાર મળતા હોવાની પ્રાથમિક કબૂલાત આપી હતી.
સુરતના હજીરાથી દમણ પંપ ઉપર પેટ્રોલની ડિલિવરી આપવા જતા ટેન્કર ને વલસાડ સરોણ હાઇવે પર આ હોટલ ઉપર આચરવામાં આવતા પેટ્રોલ ચોરીનું કૌભાંડ ઝડપાતા સબંધીતો ફફડી ઉઠ્યા છે.
