વલસાડ રેલવે પોલીસ ને અચાનક કોરોના નો ભય જણાયો હતો અને સંક્રમણ ન લાગે તે માટે તરતજ પગલાં ભરવામાં આવ્યા હતા વાત જાણે એમ બની હતી કે વાપી ચલા ખાતે થી લાવવામાં આવેલા એક આરોપી નો કોરોના ટેસ્ટ કરાવાતા આરોપીનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા રેલવે પોલીસ માં દોડધામ મચી હતી.
વાપી ચલા ખાતે રહેતા અને મોબાઇલ ચોરી પ્રકરણ ના આરોપી 24 વર્ષીય ઈસ્તીયાક અહેમદ રમજાન અલી ને રેલવે પોલીસ મથક માં લવાયો હતો જે અંગે ની તપાસ દરમ્યાન પ્રથમ તેનો રિપોર્ટ કરાવાતા તે કોરોના પોઝિટિવ આવતા રેલવે પોલીસમાં દોડધામ મચી ગઇ હતી અને તરતજ સમગ્ર રેલવે પોલીસને સેનેટાઈઝર કરવામાં આવ્યું હતું અને સંપર્ક માં આવનાર ની તપાસ માટે ચક્રોગતિમાન કરાયા હતા.
