વલસાડમાં ભારતીય જનતા પાર્ટી નો પાયો નાખનાર અને સતત પાંચ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે વિજય રહેનાર એવાં દોલતભાઈ દેસાઇ ગઈકાલે સુરત ખાતે લાંબી સારવાર બાદ નિધન થયું છે જેને પગલે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને સભ્યોમાં શોકની લાગણી પ્રવર્તી હતી આજે વહેલી સવારે વલસાડ વાઘલધરા ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી જેની અંદર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સહિતના અનેક નેતાઓ સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા તેમને અંતિમ દર્શન માટે તેમના ઘરની બહાર મુકવામાં આવેલા તેમના પાર્થિવ દેહને દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા જેમાં વલસાડના ધારાસભ્ય પારડીના ધારાસભ્ય સાંસદ કે.સી પટેલ તેમજ રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકર પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી વલસાડને એક મોટો વિરલ વ્યક્તિ ગુમાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને એમની ખોટ સદાય રહેશે
