વલસાડ જિલ્લા ના વાપી નજીક એક ગામમાં રહેતી પરિણીતા પોતાની ઘરની બાજુમાં રહેતા 15 વર્ષીય સગીરને લઇ ભાગી જતા અહીં સ્થાનિક વિસ્તારમાં આ ઘટના એ ભારે ચકચાર જગાવી હતી.
બીજી તરફ સગીરના પિતા દ્વારા શોધખોળ હાથ ધરાતાં બન્ને સુરતના સચીન વિસ્તારથી મળી આવતા આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસને જાણ કરાઇ હતી. વિગતો મુજબ
વાપી નજીક એક ગામમાં રહેતી મુસ્લિમ પરિણીતા 8 ઓક્ટોબરના રોજ પોતાના આઠ વર્ષના પુત્ર સાથે ગુમ થઇ ગઇ હતી. જોકે ગુમ થનાર પરિણીતા ના ઘરની સામે રહેતો 15 વર્ષનો સગીર જે ગેરેજમાં કામ કરતો હતો તે પણ અચાનકથી ગાયબ જણાતાં બન્ને ભાગી ગયા ની શંકા મજબૂત બની હતી પરીણામે બંનેના પરિજનો ચિંતા માં મૂકાયા હતા. આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં મૌખિક જાણ કર્યા બાદ તેઓ એ પોલીસ ઉપર ડીપેન્ટ રહેવાને બદલે પોતાની રીતે પણ શોધખોળ હાથ ધરી હતી. જેમાં ગુમ થનાર પરિણીતાનો પતિ તેમજ સગીરના પરિજનોએ હાથ ધરેલી તપાસ માં ત્રણેય સુરત સચીનના જીઆઇડીસી વિસ્તારમાંથી મળી આવતા તેઓ ને ટેમ્પોમાં બેસાડી વાપી લઇ આવી વાપી પોલીસને જાણ કરતા પોલીસ હવે તપાસ કરશે.
આ ઘટના એ ભારે ચકચાર જગાવી હતી.
