વલસાડ ના સોનવાડા ગામે થી હાડપિંજર મળતા સનસનાટી મચી ગઇ છે.વલસાડ નજીક આવેલ સોનવાડા ગામ ના પહાડ ફળિયા માં આવેલ શેરડી ના ખેતર માંથી હાડપિંજર મળી આવતા ચકચાર મચી ગઇ છે જોકે આ અંગે તપાસ શરૂ થઈ છે અને આ હાડપિંજર કોનું છે કોની હત્યા થઇ છે તે અંગે તપાસ ના ચક્રો ગતિમાન થયા છે.વલસાડ નજીક આવેલ સોનવાડા ગામ ના પહાડ ફળિયા માં આવેલ શેરડી ના ખેતર માંથી હાડપિંજર મળી આવતા ચકચાર મચી ગઇ છે જોકે આ અંગે તપાસ શરૂ થઈ છે અને આ હાડપિંજર કોનું છે કોની હત્યા થઇ છે તે અંગે તપાસ ના ચક્રો ગતિમાન થયા છે.
વિગતો મુજબ સોનવાડા ખાતે પહાડ ફળિયા માં રહેતા સુમન ભાઈ પટેલ ના ખેતર માં મજૂરો શેરડી કાપી રહ્યા હતા ત્યારે એક માનવ કંકાલ મળી આવતા તેઓ ગભરાઈ ગયા હતા અને ત્યારબાદ ખેતર માલિક અને ડુંગરી પોલીસ ને જાણ કરતા પોલીસ અને એફએસએલ ની ટીમ સ્થળ સ્થળ ઉપર દોડી જઇ તપાસ શરૂ કરી હતી હાડપિંજર નજીક થી સળગેલી હાલત માં જિન્સ પેન્ટ પણ મળી આવ્યું હતું જે સળગેલી હાલત માં હતું જે શેરડી કાપતા પહેલા સળગાવેલા ઘાસ ને કારણે સળગી ગયા નું મનાઈ રહ્યું છે.
પોલીસે માનવ કંકાલ નો કબ્જો મેળવી વધુ તપાસ શરૂ કરી છે આ ઘટના ને લઈ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે.
