વલસાડ માં બનેલી કરુણ અને વાસ્તવિક ઘટના માં પોલીસે નદીમાં કૂદીને આત્મહત્યા નો પ્રયાસ કરનાર એક વ્યક્તિને બચાવી લીધો હતો , પોલીસ ની આ કામગીરી અહીં પ્રસંસા ને પાત્ર બની હતી.
વિગતો મુજબ વલસાડ ના બંદર રોડ ઉપર રહેતા 45 વર્ષીય કમલેશ ઉર્ફે કાનેસ ડાહ્યાભાઈ પટેલ જીવન થી કંટાળી વલસાડ ની ઔરંગા નદીમાં કુદી જઇ આત્મહત્યા કરવા જતાં હતાં અને તેજ વખતે વલસાડ સિટી પોલીસ ને જાણ થતાં તેઓએ એક મિનિટ પણ બગાડયા વગર સ્થળ ઉપર દોડી ગયા હતા અને નદી કિનારે પહોંચી ગયેલા અને આત્મહત્યા ની તૈયારી કરી રહેલા કમલેશભાઈ ને અટકાવી તેઓનો જીવ બચાવી લીધો હતો અને આત્મહત્યા ના નિર્ણય નું કારણ પૂછતાં તેઓ એ જણાવ્યું તે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
કમલેશભાઈ ના જણાવ્યા મુજબ તેઓ પગ ના બન્ને થાપા ની પીડા થી હેરાન છે અને તે માટે ડોકટરે રૂ . 2 લાખ નો ખર્ચ થશે તેમ જણાવતાં તેઓ તેટલાં રૂપિયા ખર્ચી શકે તેમ નહિ હોવાથી વચલો રસ્તો એવો હતો કે જો માં કાર્ડ હોય તો આ ઓપરેશન મફત થઈ શકે તેમ હોવાનું જણાવતા કમલેસે આ અંગે પોતાના મોટાભાઈ ભગુભાઇ ને આ અંગે વાત કરતા ડાહ્યાભાઈ એ કાર્ડ માં નામ નાખવા ઈન્કાર કરી દેતા કમલેશ ભાઈ ભાંગી પડ્યા હતા અને નિરાશ થઈ છેલ્લે આત્મહત્યા નો આખરી નિર્ણય લઈ નદી એ પહોંચતા પોલીસે બચાવી લઈ તેના ભાઈ ને બોલાવી કાર્ડ માં નામ નાખવા જણાવતા તે માની ગયો હતો અને વાત નો સુખદ અંત આવ્યો હતો આમ વલસાડ સિટી પોલીસે એક માનવ જિંદગી બચાવી હતી.
