વલસાડ કલેકટરે ફરજિયાત માસ્ક, ડિસ્ટેન્સસેનિટરાઇઝિંગની ગાઇડલાઇન તેમજ કડક શરતો સાથે આજથી તિથિલ બીચ ને ખુલ્લો મુકવા પરવાનગી આપી છે.
બાદ માં ગતરોજ શુક્રવારે મોડી સાંજે લારીગલ્લાના કેબિનધારકો સાથે બેઠક બોલાવી સરપંચે સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા ધંધાર્થીઓ ને પણ સૂચના આપી હતી.
દેશમાં કોરોના સંક્રમણ રોકવા માટે સરકારે માર્ચમાં લોકડાઉન જાહેર સ્થળોપર્યટકધામો અને હરવાફરવાના સ્થળો બંધ કરવા જાહેરનામુ બહાર પાડતા વલસાડ નો તિથલ બીચ 22 માર્ચ પહેલાથી બંધ કરી દેવામાં આવ્યો હતો.લોકડાઉનમાં બીચ ભેંકાર બની ગયું હતું.પોલિસે બીચ ઉપર જતાં રોકવા માટે પોલિસ બંદોબસ્ત તૈનાત કરી દેતાં સહેલાણીઓ છેલ્લા સાડા છ માસથી વલસાડના તિથલ સમુદ્રી બીચ ઉપર જઇ શક્યા ન હતા.છેવટે સરકાર દ્વારા જૂન જૂલાઇથી અનલોકની પ્રક્રિયા ક્ર્મશ: શરૂ કર્યા બાદ છુટછાટો અપાઇ હતી,પરંતુ બીચ સહિતના જાહેર મનોરંજનના સ્થળો પર પ્રતિબંધ હતો.જો કે હવે નિયંત્રણો થોડા હળવા થતાં વલસાડ કલેકટર આર.આર.રાવલે શુક્રવારે તિથલ ગ્રામપંચાયતને બીચ ખુલ્લો મુૂકવાની મંજૂરી આપી દીધી હતી.કલેકટરે ફરજિયાત માસ્ક,સોશ્યિલ ડિસ્ટેન્સસેનિટરાઇઝિંગ જેવી કોવિડ-19ની ગાઇડલાઇન અને એસઓપીની કડક શરતોને આધિન પરવાનગી આપતા લાંબા સમયના અંતરાલ બાદ તિથલ બીચ આજે શનિવારથી અગાઉ ની જેમ જ ખુલ્લો થશે,તિથલ ગ્રામપંચાયત અને લારીગલ્લાના કેબિનધારકો સાથે શુક્રવારે મોડી સાંજે બેઠક બોલાવી સરપંચ રાકેશ પટેલ અને સભ્યોએ કડક શરતોને આધિન કલેકટરે આપેલી પરવાનગી અંગે તેનો ચૂસ્ત અમલ કરવા સૂચના આપી હતી. તિથલ ગામના 80 થી 90 જેટલા લારી ગલ્લાધારકો સાથે મિટીંગ થઇ છે.માત્ર પાર્સલ સેવા જ અપાશે. કોવિડ-19 ના નિયમોનું ચૂસ્ત પાલન કરાવવાની સૂચના આપી છે.સહેલાણીઓ સહિત કોઇ પણ નિયમોનો ભંગ કરતા પકડાશે તો રૂ.500થી રૂ.1000 હજારના દંડ કરાશે.
સરકારની અનલોકની ક્રમશ: પ્રક્રિયા સાથે હવે લાંબા સમયબાદ વલસાડ તિથલ બીચ ખુલ્લો કરવા પરવાનગી આપી છે.તિથલ ગ્રામપંચાયતને જરૂરી કાર્યવાહી કરવા જણાવી કોવિડ-19 અને એસઓપીની ગાઇડલાઇનનો ચૂસ્ત અમલ કરવા સૂચના આપી છે.પોલિસ તંત્ર પણ સતત વોચ રાખશે.સહેલાણીઓ,લારીગલ્લાવાળા દ્વારા સોશ્યિલ ડિસ્ટેન્સ,માસ્ક જેવા ફરજિયાત નિયમોનો ભંગ કરાશે તો કાર્યવાહી થશે.આમ હવે થી તિથલ બીચ ઉપર પ્રવાસીઓ કોરોના થી સેલ્ફ રહી આનંદ મેળવી શકશે.
