વલસાડ માં પાલિકા ની ખાલી પડેલી પાંચ બેઠકો ઉપર ચૂંટણી યોજાવા જઇ રહી છે જેને લઈ રાજ્કીય ગતિવિધિ તેજ બની છે.
વલસાડ પાલિકા 4 વોર્ડ માં સભ્યો ને સસ્પેડ કરાયા હતા તો એક સભ્ય નું મૃત્યુ થતા 5 વોર્ડ ની બેઠક ખાલી પડી હતી જે બેઠકો ઉપર ચૂંટણી યોજાનાર છે.
વિગતો મુજબ વલસાડ નગરપાલિકામાં 29 જાન્યુઆરી 2019ના રોજ મળેલી સામાન્ય સભા ઉગ્ર બની હતી અને ભાજપના તત્કાલિકન સભ્ય ઉજેશ પટેલ,પ્રવિણ કચ્છી અને અપક્ષના રાજૂ મરચાં અને યશેષ માલી મળી ચારે સભ્યોએ એજન્ડાના મૂળ કામો સિવાયના અગાઉના લેવાયેલા નિર્ણયો તેમજ કામો સંબંધના મુદ્દાઓ મામલે ભારે હોબાળો થતા આ ઘટનાનો વીડિયોગ્રાફી સાથેનો અહેવાલ સુરત પ્રાદિશિક કમિશ્નરે ગાંધીનગર કમિશ્નરને મોકલવામાં આવતા પ્રાદેશિક કમિશનરે આ ચાર કાઉન્સિલરોને શોકોઝ નોટિસ જારી કરી તેઓની વિરૂધ્ધ શિસ્તભંગ અંગે ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963ની કલમ-37 હેઠળ પગલાં લેવાની દરખાસ્ત સાથે 17 જૂલાઇ 2019ના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર સમક્ષ અભિપ્રાય રજૂ કર્યો હતો.
સમયાંતરે આ કેસ ચાલ્યા બાદ 25 માર્ચ 2021ના રોજ રાજ્યની મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કચેરીના કમિશ્નરે વલસાડ પાલિકાના આ ચાર કાઉન્સિલરોને સભ્યપદેથી ગેરલાયક ઠેરવી તેઓનું સભ્યપદ રદ કરી દેતા આ ચારે બેઠક ખાલી પડી હતી.જેની પેટા ચૂંટણી યોજવા 6 સપ્ટેમ્બર 2021ના રોજ કમિશ્નરે રાજ્યની 39 પાલિકામાં ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરી છે.
જે મુજબ તા.13 સપ્ટેમ્બરે જાહેરનામુ પ્રસિધ્ધ થશે અને તા. 5 ઓક્ટોબરે મતગણતરી થશે.
ચૂંટણી જાહેરાતની તારીખ- 6 સપ્ટેમ્બર 2021, જાહેરનામુ પ્રસિધ્ધ કરવાની તારીખ- 13 સપ્ટેમ્બર 2021, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ- 18 સપ્ટેમ્બર 2021, ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ- 20 સપ્ટેમ્બર 2021, ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની તારીખ- 21 સપ્ટેમ્બર 2021, મતદાનની તારીખ- 3 ઓક્ટોબર 2021, મતગણતરીની તારીખ- 5 ઓક્ટોબર 2021 જાહેર થતા વલસાડ માં રાજકીય માહોલ ગરમાયો છે અને ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
