વલસાડ નપા માં સામાન્ય સભા દરમિયાન શિસ્તભંગ મુદ્દે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા ભાજપના 2 અને અપક્ષ ના 4 સભ્યો મળી 4 સભ્યએ હાઇકોર્ટમાં રિટ પીટિશન કરતા ચૂકાદો આ સભ્યો ની તરફેણમાં આવવાની વાત બાદ હવે ત્રણ મહિના અગાઉ ચૂંટાઇને આવેલા નવા 4 સભ્ય મામલે ગૂંચવાડો ઉભો થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. હતા.
નોંધનીય છે કે વલસાડ પાલિકાની જાન્યુઆરી 2019ની સામાન્ય સભા દરમ્યાન ગેરશિસ્તના મામલે ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 37 હેઠળ ચીફ ઓફિસરના રિપોર્ટના આધારે થયેલી કાર્યવાહીમાં પાલિકાના ભાજપના સભ્યો ઉજેશ પટેલ,પ્રવિણ કચ્છી અને અપક્ષ સભ્યો યશેષ માલી અને રાજૂ મરચાંને ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નરે 23 માર્ચ 2021ના રોજ સભ્યપદેથી દૂર કરતો હૂકમ કર્યો હતો. આ હુકમ વિરૂધ્ધ પાલિકાના આ ચાર સભ્યોએ હાઇકોર્ટ માં પીટિશન દાખલ કરી હતી.
દરમિયાન બીજી તરફ સપ્ટેમ્બરમાં ખાલી પડેલી પાલિકાની આ ચાર બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થઇ હતી.જેમાં સસ્પેન્ડ કરાયેલા સભ્યોની ખાલી બેઠક માટેની ચૂંટણી હાઇકોર્ટમાં ચાલતા કેસના આખરી ચૂકાદાને આધિન રહેશે તેવું પાલિકા દ્વારા જણાવવામાં આવતાં ચૂંટણી સંપન્ન થઇ હતી અને નવા ચાર સભ્યો ચૂંટાઇ આવ્યા હતા
હવે આવનારા સમય માં શુ થાય છે તેના તરફ સૌની મીટ મંડાઈ છે.
