વલસાડ જિલ્લામાં આજે રવિવારે સવારે ગાઢ ધુમ્મસ નો માહોલ જોવા મળ્યો હતો,માવઠા ની અસર વચ્ચે આમતો અહીંના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે,વલસાડ નજીક આવેલ નેશનલ હાઇવે ઉપર પણ ધુમ્મસને લઈને વાહનોની અવરજવર ઉપર અસર વર્તાઇ હતી અને અકસ્માત ન થાય તે માટે હેડ લાઈટ ચાલુ રાખી વાહનો ધીમી ગતિએ પસાર થતા નજરે પડયા હતા.
ધુમ્મસને લીધે મુંબઈ અમદાવાદ હાઇવે ઉપર વાહનોની રફતાર ધીમી પડી ગઈ હતી અને રેલવ્યવહાર તેમજ ST બસના નિયત રૂટ ઉપર અસર થતા યાત્રીઓ અટવાયા હતા. શહેરમાં વીઝિબ્લિટી ઘટીને 0 થઈ ગઈ હતી. વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થયેલા ધુમ્મસને લઈ સામાન્ય જનજીવન ખોરવાયુ હતું.
આમ વલસાડ પંથક માં બદલાયેલા વાતાવરણ ને પગલે જનજીવન અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.
