રાજ્ય માં ગેરકાયદે બાંધકામો અંગે ઉઠેલી ફરિયાદો વચ્ચે વલસાડ-વાપી માં ગેરકાયદે અને નિયમ વિરુદ્ધ ના બાંધકામો ઉભા કરનાર બિલ્ડરો બેફામ બન્યા છે ત્યારે વાપી માં ગેરકાયદે બાંધકામ અંગે અરજદાર દ્વારા PIL દાખલ કર્યા બાદ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેને સ્વીકારી લેતા ગુજરાત સરકાર, વલસાડ કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, નગર નિયોજક, DILR, વિકાસ કમિશ્નર ગાંધીનગર, ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ (ગાંધીનગર અને વાપી), દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિગેરેના જવાબદાર અધિકારીઓ, ગુજરાત તકેદારી આયોગ, ગુજરાત લાંચ નિવારણ શાખાના ઇન્સ્પેક્ટર સહિત ગેરકાયદેસર બાંધકામ કરનારા 17 પેઢીના 66 જેટલા માલિકોને ફટકાર લગાવી છે અને તારીખ 18/02/2021 સુધીમાં તમામને પોતપોતાનો જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે. જેને લઈને વાપીના ચણોદમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા 17 પેઢીના 66 માલિકો અને 11 જેટલા સરકારી અધિકારીઓ પગ નીચે રેલો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ચણોદ ગામમાં ગેરકાયદેસર બાંધકામ કરનારાઓએ ટાઉન પ્લાનિંગ વિભાગમાં જે તે બાંધકામ માટે ગ્રાઉન્ડ પ્લસ વનની પરમિશન મેળવી પાંચ માળ સુધીનું બાંધકામ ખડકી દીધું છે. જે અંગે PIL દાખલ કરનારે અનેક રજૂઆતો પંચાયતમાં અને અન્ય સરકારી વિભાગોમાં કરી હતી. તેમ છતાં તે અંગે કોઈ કાર્યવાહી કરવાને બદલે ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને છાવરવામાં આવ્યા હતાં. જેમાં
1 શિશુપાલ ઘનશ્યામભાઈ મહેશ્વરી2.શિવ ડેવલોપર્સ,3. એવન્યુ સુપર માર્કેટ લિમિટેડ(ડી-માર્ટ)4.હીરાલાલ સોનાલાલ માલી,5. સુરેખા બેન રણજીતસિંહ જાડેજા,6 ભગવાનસિંહ ભીમસિંહ રાઠોડ,7 ઝવેરભાઈ રામજી ભાઈ પટેલ,8 પંકજભાઈ છગનભાઇ છોડવડિયા,9 મેસર્સ માં એસોસીએટ્સ,10 નિર્મલાબેનરમેશભાઈ ભાનુશાલી,
11. મેસર્સ વાલરામ પ્રતીક,12. અમી એન્ટરપ્રાઇઝ,13. મેસર્સ જે.વી.કે. રિઅલટોર્સ,14.મેસર્સ જે.વી.કે. ડેવલોપર્સ,15. ઓમકાર કન્સ્ટ્રકશન નો સમાવેશ થાય છે.
આ મેટરે વલસાડ જિલ્લા માં ભારે ચકચાર જગાવી છે.