વલસાડ જિલ્લો હવે કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય ના અન્ય જિલ્લાઓ માં સત્તાવાર રીતે સામેલ થઈ ગયો છે ત્યારે વાપીની જનસેવા હોસ્પિટલમાં માં ઉમરગામ ના દહેલી ના યુવાન નો એક કેસ પોઝીટીવ નોંધાયા બાદ હવે ડુંગરી ના એક વ્યક્તિ નો કોરોના કેસ પોઝીટીવ આવતા સંખ્યા 2 ઉપર પહોંચી ગઈ છે.
વલસાડ માં અગાઉ થી જ બોર્ડર સીલ કરવા સાથે તકેદારી ના પગલાં ભરાતા અત્યારસુધી વલસાડ માં કોરોના દૂર રહયો હતો પણ હવે ધીરેધીરે કોરોના ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકો જોવા મળી રહ્યા છે અને સંખ્યા વધવાની શકયતા વધી ગઈ છે. ડુંગરી માં ડુંગર ફળીયા માં રહેતા ચેકપોસ્ટ ઉપર કામ કરતા હોમગાર્ડ જવાન ને કોરોના પોઝીટીવ આવતા હવે સંખ્યા 2 ઉપર પહોંચી છે આ જવાન ના સંપર્ક માં આવનાર ને કોરોન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
