વલસાડમાં જીલ્લા માં બહાર ના રાજ્યો માંથી આયાત થયેલા કોરોના વાયરસે વલસાડવાસીઓ સામે ખતરો ઉભો કરી દીધો છે,મોટાભાગ ના કેસ બહાર થી આવેલા છે અને મુંબઈ મહારાષ્ટ્ર લોકેશન ધરાવે છે આ બધા વચ્ચે શાકભાજી નો ધંધો કરતા વેપારીઓ પણ કોરોના પોજીટીવ માં સામેલ છે ત્યારે હવે ખતરો આવા સ્પ્રેડર્સ થી વધ્યો છે કે જેઓ દિવસ માં અસંખ્ય લોકો ના સંપર્ક માં આવી રહ્યા છે ત્યારે દવા,દૂધ ,ફળફળાદિ,કેરી વેંચતા ફેરિયા , દુકાનદારો, વેપારીઓ , શાકભાજી વેંચતા ફેરિયા વગરે લોકો ખુબજ જલ્દીથી કોરોના ફેલાવી શકે છે અને આ વાત અમદાવાદ, સુરત ,વડોદરા જેવા શહેરો માં સાબિત પણ થઈ છે.
ત્યારે વલસાડ ખુબજ નાનું સેન્ટર હોવાથી બહાર થી આવતા શાકભાજી ,ફળ ,દૂધ ,દવા,સહિત ની ચીજવસ્તુઓ વેંચતા લોકો નું ટેસ્ટિંગ વગરે જરૂરી થઈ પડ્યું છે અને આવા લોકો ને ફરજીયાત માસ્ક અને નિયમ ન પાળે તો કડક દંડ ની જોગવાઈ વગેરે પગલાં ઉપર ભાર મુકાય તે જરૂરી છે.
વલસાડ શહેર માં અને એકદમ નજીક ના ગામો માં કોરોના ના દર્દીઓ નોંધાવાની ઘટના ખુબજ ચિંતા કરાવનારી છે ત્યારે તંત્ર વાહકો દ્વારા આવા લોકોના સંપર્ક માં આવતા ફેરિયા,સલૂન,શાકભાજી સહિત ની ચીજવસ્તુઓ નું વેચાણ કરતા ધંધાર્થીઓ તરફ ધ્યાન અપાય તે જરૂરી છે.
