વલસાડ માં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે વલસાડપાલિકાના સીઓના ડ્રાઇવર અને ફાયર શાખાના કર્મચારી ને કોરોના સંક્રમણ જણાતાં તેઓને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગ ના સૂત્રો એ જણાવ્યું છે. જોકે બીજી તરફ પાલિકાના આરોગ્ય શાખાના 5 થી 6 કર્મી સંક્રમિત થવાની વાત બહાર આવતા પાલિકા કચેરી ના અન્ય કર્મચારીઓ માં દહેશત ફેલાઇ ગઇ છે. ડ્રાઇવર હોમ કોરન્ટાઇન થતાં તેઓ ના સંપર્ક માં આવનાર સીઓ જે.યુ.વસાવા પણ સેલ્ફ કોરોન્ટાઇન થઇ ગયા છે.
આમ કોરોના હવે ધીમા પગલે પાલિકા કચેરી તરફ આગળ વધતા અહીં આવતા જતા મુલાકાતીઓ અને કર્મચારીઓ માં કોરોના નો ખૌફ ઉભો થયો છે.
