વલસાડમાં શાસકો દ્વારા વિકાસના મંજુર થયેલા કામો ચાલુ કરવા ટેન્ડરિંગ પ્રક્રિયા ઝડપી બનાવવા વિપક્ષ દ્વારા માંગ થઈ છે.જેમાં શહેર વિસ્તારોમાં સરકારના 14માં નાણાંપંચ,સુવર્ણ જયંતિ, વ્યવસાય વેરાની ગ્રાન્ટ, મનોરંજન કરની ગ્રાન્ટ તથા સને 2017-18 અને 2019-20 સુધીની બચત ગ્રાન્ટના કામો જાન્યુઆરી-19ની સામાન્ય સભામાં મંજુર થયેલાવિકાસના કામો ના એસ્ટિમેઇટ તથા ટેક્નિકલ સેન્કશન પણ મળી ગઇ છે તેવા સમયે આ તમામ મંજુર કામો ઓક્ટોબર-2020થી શરૂ કરવા પહેલા કામોની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરવા પાલિકાના કોંગ્રેસના સભ્યો અને વિપક્ષ નેતા ગીરીશભાઇ દેસાઇએ પ્રમુખ પંકજ આહિર અને સીઓ જે.યુ.વસાવા સમક્ષ માગ કરી છે.જેમાં તાત્કાલિક ટેન્ડરો બહાર પાડી વિકાસના કામોની કાર્યવાહી હાથ ધરવા માંગ થઈ છે,હાલમાં ટેન્ડરને લગતી કામગીરી પૂરી થાય તો જ ઓકટોબરમાં વિકાસના કામો હાથ ધરી શકાશે તેવી રજૂઆત કરાઇ હતી.આ સાથે ભંગાર મામલે સામાન્ય સભામાં એજન્ડા પર કામ લેવાની કાર્યવાહી કરવાજણાવ્યું હતું. આમ પાલિકા દ્વારા આ મુદ્દે આગળ વધવા વિપક્ષ દ્વારા રજુઆત કરવામાં આવી છે.
