આપણા દેશ માં રાજકારણ કેટલી નીચી કક્ષાએ ગયું છે તેનું ઉત્તમ ઉદાહરણ વલસાડ માં જોવા મળ્યું અહીં આગલા દિવસે નગરપાલિકા ની સામાન્ય સભા યોજવા ની હતી અને તેના બરાબર એક દિવસ પહેલા ભાજપ અને કોંગ્રેસ ના સભ્યો એક થઇ ગયા હોય તેમ કોંગ્રેસ -ભાજપ ભાઈ ભાઈ ની જેમ ખાનગી મિટિંગ કરી સામાન્ય સભા બાબતે ચર્ચા કરી લેતા ભારે આશ્ચર્ય ફેલાયું છે જોકે, આ અંગે ની ખબર પડતાં પાલિકા ના માજી પ્રમુખ રાજુ ભાઈ મરચાં સ્થળ ઉપર દોડી ગયા હતા અને મોબાઈલ માં શુટિંગ ચાલુ કરી દેતા મિટિંગ પતાવી બહાર નીકળી રહેલા ભાજપ-કોંગ્રેસ ના સભ્યો ભોંઠા પડ્યા હતા એમાંય વળી કોંગ્રેસી સિનિયર સભ્ય ગિરીશ ભાઈ દેસાઈ તો ભાજપ જિંદાબાદ નો નારો લગાવતા નજરે પડ્યા હતા.
આમ લોકશાહી માં વિપક્ષ અને શાસક પક્ષ ના રાજકારણીઓ જો એક થઇ જશે તો જનતા ના હિત નું કોણ વિચારશે તે સવાલ ઊઠી રહ્યા છે.
