વલસાડ જિલ્લા માં પાલિકા ની આવનારી ચૂંટણીઓ મુદ્દે ધમધમાટ જોવા મળી રહ્યો છે કારણકે વલસાડ સહિત પારડી અને ધરમપુર પાલિકામાં પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની અઢી વર્ષની ટર્મ હવે પૂર્ણ થતા આગામી ઉમેદવાર મુદ્દે ગડમથલ અને લોબિંગ શરૂ થયું છે,આ ચૂંટણી માટે આગામી 24 ઓગષ્ટે સામાન્ય સભા મળે તેવી વાત છે. પરંતુ આ અગાઉ આજે શનિવારે વલસાડ અને ધરમપુર માં ઉમેદવાર મુદ્દે જિલ્લા ભાજપ ના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી જેમાં કિન્નરી બેન અને હેતલ બેન ના નામો ચર્ચામાં છે જે પૈકી કોની ઉપર પસંદગી નો કળશ ઢોળાય છે તેતો સમય જ બતાવશે જ્યારે રવિવારે પારડી પાલિકા માટે જિલ્લા ભાજપના નિરીક્ષકોની ટીમ સેન્સ લેનાર છે.પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલની વલસાડ જિલ્લાની મુલાકાત બાદ હવે સૌની નજર આગામી વલસાડ,પારડી અને ધરમપુર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની ચૂંટણી ઉપર મંડાયેલી છે, આજે શનિવારે વલસાડ અને ધરમપુર પાલિકા માટે સેન્સ લેવાયા બાદ રવિવારે પારડી પાલિકા માટે ભાજપના નિરીક્ષકો દ્વારા ચૂંટાયેલા સભ્યો અને હોદેદારોના સેન્સ લેવામાં આવશે, ત્યારે વલસાડ જિલ્લા ભાજપ સંગઠન પાલિકાના હોદેદારો કોને સ્થાન આપે છે તેના પર સૌની નજર છે. સંભિવત 24 ઓગષ્ટે આ ચૂંટણી માટે સામાન્ય સભા બોલાવવામાં આવે તેવી શકયતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, પારડી પાલિકામાં હાલ વર્તમાન પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ,કારોબારી દેવેન શાહ અને શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલના નામ ચર્ચા માં છે. જો કે જિલ્લા ભાજપ સંગઠન નવા ચહેરાને પણ સ્થાન આપી શકે છે. હાલ શહેરીજનોમાં પ્રમુખ પ્રમુખ બનશે તે અંગે અત્યાર થીજ ઉત્સુકતા જોવા મળી રહી છે ત્યારે આગામી દિવસો માં ચિત્ર સ્પષ્ટ થશે.
