વલસાડ માં કોરોના ના દર્દીઓ નો વધારો થઈ રહયો છે અને આજે વધુ પાંચ દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ માં ચિંતા પ્રસરી છે.
વલસાડ પાલિકા માં કામ કરતા અને દિવસભર અસંખ્ય લોકો અને સ્ટાફ ના સંપર્ક માં આવનાર કર્મચારી નો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા નગરપાલિકા ના તમામ સ્ટાફ સહિત તેના સીધા સંપર્ક માં આવનાર તમામ ને કોરોન્ટાઇન કરવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે અન્યથા કોરોના ની સ્થિતિ વિકટ બને તેવી ભીતિ ઊભી થઈ છે.
વલસાડ પાલિકા કચેરી સ્થિત સિવિક સેન્ટર ની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો અને મોગરાવાડીની પ્રમુખગ્રીન સોસાયટીમાં રહેતો મનિષ નટવરભાઇ સોલંકી નામનો કર્મચારી લગ્ન ના સર્ટીફીકેટ બનાવવા માટે રૂ.1000 ની લાંચ લેતા ઝડપાયા બાદ તેનો કોરોના રિપોર્ટ આવતા ભારે ચકચાર મચી ગઇ છે. લાંચ લેતા ઝડપાયેલા મનીષ સોલંકી જ્યાં કામ કરે છે તે પાલિકા કચેરી માં અનેક સાથી કર્મચારીઓ ના સંપર્ક માં આવેલ છે અને જે સોસાયટીમાં રહે છે ત્યાં પણ અનેક લોકો ના સંપર્ક માં આવવા સાથે રોજ વિવિધ અરજદારો ને સર્ટી આપતો હોય કેટલાય લોકો ના સીધા સંપર્ક માં આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે અને જો તાત્કાલીક ધોરણે પગલાં ભરવામાં નહિ આવે તો મુશ્કેલી ઉભી થઈ શકે તેમ છે આ મામલે નગરપાલિકા ના તમામ ને કોરોન્ટાઇન કરવા સાથે પાલિકા કચેરી ને બંધ કરી નિયમો અનુસાર સેનેતાઇઝ કરવી પડે તેમ હોવાથી હવે આગળ શું પગલાં ભરવામાં આવે છે તેની સામે મીટ મંડાઈ છે.
સાથેજ વલસાડ જિલ્લા માં વધુ પાંચ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે અને પાંચ સાજા થતા તેઓને રજા અપાઈ છે. નવા નોંધાયેલા કોરોના પોઝીટીવ દર્દીઓ માં વલસાડ ના મોગરવાડી ના હનુમાન ફળીયામાં રહેતા 23 વર્ષીય યુવક,વલસાડ ના ઠક્કરવાડા માં દુકાન ફળીયા માં રહેતો 24 વર્ષીય યુવક તેમજ પારડી શાઢપોર માં 50 વર્ષીય મહિલા,મોગરવાડી માં પ્રમુખ ગ્રીન એપાર્ટમેન્ટ માં રહેતા અને વાપી ડુંગરી ફળીયા માં રહેતી 8 વર્ષની બાળકી નો સમાવેશ થાય છે.આમ વલસાડ શહેર ના ચાર અને એક વાપી મળી પાંચ નવા કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતા ભારે ચકચાર મચી ગઇ છે.
