વલસાડ પાલિકા માં ચાર સભ્યો ને પદભ્રષ્ટ કરાતા હડકંપ મચ્યો છે.વલસાડ પાલિકા ના ચાર સભ્યો ને પાલિકા ના સભ્યપદે થી દુર કરવામાં આવ્યા હોવાની વાતે વલસાડ શહેર માં ભારે ચકચાર જગાવી છે જોકે, આ અંગે હજુસુધી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી પરંતુ ચર્ચા એવી છે કે પાલિકા ના ભાજપ ના ત્રણ અને એક અપક્ષ મળી કુલ ચાર સભ્યો ને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે આ સભ્યો માં સિનિયર સભ્ય એવા પ્રવિણ કચ્છી,ઉજેશ પટેલ,યશેષ માળી અને રાજુ મરચા નો સમાવેશ થાય છે.
આ વાત વાયુવેગે શહેર માં પ્રસરી જતા ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે.
