વલસાડ પાલિકા ના ચાર સભ્યો ને પાલિકા ના સભ્યપદે થી દુર કરવામાં આવ્યા હોવાની વાતે વલસાડ શહેર માં ભારે ચકચાર જગાવી છે.
વલસાડ પાલિકા ના ભાજપ ના ત્રણ અને એક અપક્ષ મળી કુલ ચાર સભ્યો ને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે આ સભ્યો માં સિનિયર સભ્ય એવા પ્રવિણ કચ્છી,ઉજેશ પટેલ,યશેષ માળી અને રાજુ મરચા નો સમાવેશ થાય છે.
આ વાત વાયુવેગે શહેર માં પ્રસરી જતા ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે.
વલસાડ નગપાલિકા માં 4 સભ્ય જેમાં રાજુભાઈ મરચા. અપક્ષ ના સભ્ય અને ભાજપ ના સભ્ય પ્રવીણ કચ્છી.ઉજેશ પટેલ યશેશ માળીને પદ ભ્રષ્ટ કરાયા પાલિકા દ્વારા કેવિયત દાખલ કરાયાની હોવાની વાત વચ્ચે રાજુભાઇ મરચાં એ પોતાની પ્રતિક્રિયા માં જણાવ્યું કે પ્રજા ના પ્રશ્નો રજૂ કરવા જતાં આવું પગલું ભરવામાં આવ્યું છે, જ્યારે જનતા એક નેતા ને ચૂંટી ને મોકલે તો જનતા ના કામો કરાવવા માટે રજુઆતો તો કરવી જ પડે પણ આવું જો સબંધીતો ને માફક ન આવે તો શું કરવું તે પ્રશ્ન છે.
રાજુભાઇ મરચાં એ પત્રકારો ને જણાવ્યું કે ભંગાર કૌભાંડ ને લઈ આ વાત સામે આવી છે, આમતો ગત તા. 29 જાન્યુઆરી 2019ના રોજ મળેલ વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં ગેરવર્તન કરવા બદલ ભાજપના 3 અને અપક્ષના 1 સભ્યને સભ્યપદેથી દૂર કરવાનો હુકમ કરવામા આવ્યો હતો.
સભ્યોને દૂર કરવા મામલે COએ હાઈકોર્ટમાં કેવિએટ દાખલ કરીવલસાડ નગરપાલિકાના ચાર સભ્યોને સભ્યપદેથી દૂર કરાતા સભ્યોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવવાનો નિર્ણય કર્યો છે. તો બીજી તરફ CO તરફથી પણ સભ્યોના સભ્યપદ રદ કરવા મામલે હાઈકોર્ટમાં કેવિએટ દાખલ કરવામા આવી છે.
ભંગાર કૌભાંડ જાહેર કર્યું એટલે આ કાર્યવાહી થઈ હોવાનું રાજુ પટેલે કહ્યું હતું કે, અમે વલસાડ નગરપાલિકાના STPના ભંગાર કૌભાંડને ઉજાગર કર્યું એટલે અમારી સામે બે વર્ષ જૂના મામલે કાર્યવાહી કરવામા આવી છે. સભ્યએ કહ્યું કે, કૌભાંડ આચરનારાઓ AC ચેમ્બરમાં બેઠા છે અને પ્રજાના પ્રશ્નો મુદ્દે અવાજ ઉઠાવનારા ને ઘરે બેસવાનો વારો આવ્યો હોવાની હૈયા વરાળ તેઓ એ ઠાલવી હતી.
