વલસાડ પાલિકા માં અવારનવાર ભ્રષ્ટાચાર ની ફરિયાદો ઉઠતી રહે છે અને કોઇ ને કોઈ વિવાદ ઉભો જ હોય છે ત્યારે હવે વિપક્ષે વલસાડ શહેરમાં રસ્તા, પાણી, રોડ નવિનીકરણ સહિતના 1 ઓગષ્ટ 2020થી 31 જાન્યુઆરી 2021 સુધીના છ માસના ગાળા દરમિયાન થયેલા કામો સામે એજન્સીને ચૂકવવામાં આવેલા પેમેન્ટની બેંક સ્ટેટમેન્ટ સહિતની વિગતો લેખિતમાં માંગતા તે વિગતો વિપક્ષ ને મળી નહતી.
વલસાડ પાલિકા માં ચીફ એકાઉન્ટન્ટે વિપક્ષને વિગતો આપવા માટે આનાકાની કરતા વિપક્ષ નેતા ગીરીશ દેસાઇએ આ મુદ્દે જવાબ માંગ્યો હતો.
પાલિકાના વિપક્ષી સભ્યો ચેતના રાજાણે, ઉર્વશી પટેલ, કમળા ઠાકોર, મહેમુદા રાણા, દિવ્યા પટેલ તથા સાથી સભ્યો સંજય ચૌહાણ, મહેન્દ્ર વાડીવાલા, વિજય પટેલ તથા વિપક્ષ નેતા ગીરીશદેસાઇએ ચીફ એકાન્ટન્ટ મનિષા સાહુને છ માસ સુધીમાં ચૂકવાયેલા બિલના નાણાની વિગત માગતું આવેદન પત્ર પાઠવી માહિતિ માગતા તેઓને યોગ્ય જવાબ નહી મળતા ફરીએકવાર વલસાડ પાલિકા કેમ્પસ માં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
