કોરોના ની મહામારી દરમ્યાન રાજ્ય માં પ્રેક્ટિસ કરતા અનેક બોગસ તબીબો પકડાઈ રહયા છે અને ડીગ્રી વગર જ લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાની ફરિયાદો ઉઠતા આવા બોગસ તબીબો ને પકડવાનું શરૂ થયુ છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં પણ બોગસ તબીબો નો રાફડો ફાટ્યો હોવાની વાતો વચ્ચે પોલીસે અભિયાન ચલાવી સાત જેટલા બોગસ તબીબો ને ઝડપી લઈ તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પોલીસ દ્વારા ઠેરઠેર રેડ કરી જરૂરી ડીગ્રી વગર જ ક્લિનીક ની દુકાનો ખોલીને બેસી ગયેલા બોગસ તબીબો સામે કડક કાર્યવાહી કરતા બોગસ તબીબો ની ટોળકી માં ભારે ફફડાટ ફેલાયો છે અહેવાલો મુજબ સાત જેટલા બોગસ ડોકટરો ની પોલીસે અટકાયત કરી છે.
