હેલ્મેટ અભિયાન બાદ હાલ કોરોના ની સ્થિતિ ને ધ્યાને લઇ દરેક નાગરિક માટે માસ્ક ફરજિયાત કરી દેવાયું છે અને જો કોઈ માસ્ક ન પહેરે તો રૂ.200 દંડ કરવા પોલીસ વિભાગ ને સૂચના અપાતા હવે પોલીસે માસ્ક અભિયાન તેજ બનાવ્યું છે ત્યારે માત્ર વલસાડ જિલ્લામાં પોલીસે માસ્ક વગર નીકળેલા લોકો ને પકડીને રૂ . એક લાખ નો દંડ વસુલ કરતા લોકો હવે માસ્ક પહેરી ને બહાર જોવા મળી રહ્યા છે.
ગત બુધવારથી વલસાડ જિલ્લામાં માસ્ક વગર ફરતા લોકો સામે પોલીસે અભિયાન હાથ ધર્યું છે. જેમાં ફેસ માસ્ક વગર વાહન ચલાવતા વાહન ચાલકોને રૂ.200નો દંડ ફટકારવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસે કુલ 18થી વધુ ટીમો બનાવી માસ્ક અભિયાન હાથ ધર્યુ હતું. વલસાડ જિલ્લાના તમામ મુખ્ય રસ્તાઓ પર જિલ્લા ટ્રાફિકના જવાનો દ્વારા વાહન ચેકીંગ દરમિયાન 500થી વધુ વાહન ચાલકોને ફેસ માસ્ક ન પહેરવા બદલ રૂ.200નો દંડ વસુલવામાં આવ્યો હતો. 2 દિવસમાં વલસાડ જિલ્લામાં 500થી વધુ વાહન ચાલકો પાસેથી કુલ રૂ.1 લાખથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને હજુપણ આ અભિયાન ચાલુ છે પોલીસ ના આ અભિયાન ને લઈ હવે લોકો માસ્ક પહેરી વાહન ચલાવતા નજરે પડી રહ્યા છે.
