વલસાડ માં જનસંઘ સાથે જોડાયેલા અને રાજકીય કારકિર્દી માં ભાજપ શહેર ભાજપ માં અગાઉ પ્રમુખ તરીકે રહી ચૂકેલા નરેશભાઈ ડાંગ નું લાંબી બીમારી બાદ નિધન થયું છે.
નરેશભાઈ મળતાવડા સ્વભાવ ના હોય તેઓ નું મિત્રવર્તુળ પણ ઘણું મોટું હતું તેઓ પત્રકારીત્વ સાથે પણ જોડાયેલા હોય વલસાડ મીડિયા માં પણ તેઓ નું યોગદાન રહ્યું હતું.
જનસંઘ સમય માં એક પ્રખર કાર્યકર્તા અને કર્મનિષ્ઠ તેમજ સેવાભાવી ની છબી ધરાવતા નરેશભાઇ ડાંગ ના નિધન ના સમાચાર વાયુવેગે પ્રસરી જતા સબંધિત વર્તુળો માં ઘેરા શોક ની લાગણી છવાઈ ગઈ હતી.
