ઉમરગામ અને મહારાષ્ટ્ર બોડર ઉપર આવેલાબોરડી ગામમાં ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લામાં થતા ચીકુ અને કેરી સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે ત્યારે હાલમાં ચીકુનો પાક ઉતરતા ખાસ ફેસ્ટિવલનું આયોજન થયું છે. ચીકુ કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસથી ભરપૂર છે એમાંય વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રના ચીકુ દુનિયાભરમાં જાણીતા છે ત્યારે તેનો સહેલાણીઓને ચીકુનો લાભ મળી રહે તે માટે યોજાયેલા ચીકુ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં લોકો સંઘપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ઉમટી પડયા હતા.
બોરડી તથા દહાણુ વિસ્તારની સંસ્કૃતિ અને વિવિધ કલાઓનાં રંગોને ઉજાગર કરતાં ચીકુ ફેસ્ટિવલનું આ નવમું આયોજન છે.
ચીકુ ફેસ્ટિવલમાં સહિત વાંસમાંથી બનેલી ચીજ વસ્તુઓથી સ્થાનિક લોકોને રોજગારી વધારવા અને તેમના આર્ટને વધુ વેગ આપવા વાસ અને અન્ય વસ્તુઓના સ્ટોલ પણ હતા જે બહારથી આવેલા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
મહારાષ્ટ્ર ટુરીઝમ અને એનકેસીસીએનાં નેજા હેઠળ યોજાયેલા 2 દિવસીય ચીકુ ફેસ્ટિવલનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.