વલસાડ હદ માંથી બુલેટ ચોરી કરી જનારા ઈસમો ભરૂચ SOG હાથે ઝડપાયા બાદ વલસાડ રૂરલ પોલીસ હદ વિસ્તારમાંથી ચોરાયેલી 3 બુલેટ મળી આવતા આ તમામ ને વલસાડ પોલીસ ને સોંપી દેવાયા હતા.
ભરૂચ SOGએ 3 બુલેટ સાથે પકડી લીધેલા આરોપીઓ મોહમદ સોહીલ સત્તારભાઈ શેખ, રહે. સોદાગરવાડ, જૈન મંદિર પાછળ, વેજલપુર, ભરૂચ, ઐયાઝ અબ્દુલ હક્ક શેખ, રહે. આમેના પાર્ક, શેરપુરા, ભરૂચ અને મોહસીન શબ્બીર શેખ, છીપવાડ, ભરૂચનાઓ પાસેથી વલસાડથી ચોરાયેલી 3 બુલેટ મળી હતી જે માં કુલ રૂ. 2.05 લાખનો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીઓએ બુલેટ વલસાડ જિલ્લામાંથી ચોરી થઇ હોવાની કબૂલાત કરી હતી. ભરૂચ SOGની ટીમ પાસેથી વલસાડ રૂરલ પોલીસે આરોપીઓનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
