વલસાડ શહેર અને જિલ્લા માં અદ્રશ્ય લૂંટારુઓ સક્રિય બન્યા છે અને જુદાજુદા ત્રણ લોકો ને ટાર્ગેટ કરી રૂ. 1 લાખ 56 હજાર 460 ની રકમ લૂંટી લેતા ભારે ચકચાર મચી ગઇ છે.
જીહા આ વાત છે સાયબર ક્રાઈમ માફિયાઓ ની કે જેઓ પ્રથમ કોલ કરી કે બોનસ ની લાલચ આપી ઓ ટી પી નંબર ની માંગ કરી ખેલ પાડી રહ્યા છે. આ રીતે લોકો ને ઠગતા ઠગભગતો નું હવે મેટ્રો સિટી માં ચાલતું નથી પરિણામે મોટા શહેરો માં બહુ ઓછા લોકો ઠગાતા હોવાથી આવા ઠગ ભગતો હવે નાના ટાઉન અને ગામડાઓ માં લોકો ને લૂંટવાનું ચાલુ કર્યું છે અને બેન્ક ડીટેઇલ મેળવી પૈસા લૂંટી રહ્યા છે. વલસાડ ના ગ્રામ્ય વિસ્તારમાં ટાયર પંચર વ્યવસાય કરનાર ગરીબ પંચરવાળા ને ભોળવી ઠગ ભગતો એ ગઈકાલે રૂપિયા ૭૪૦૦૦ ની બેંકના ખાતામાંથી સેરવી લેતા તેઓએ રાતા પાણી એ રોવા નો વારો આવ્યો છે.
બીજો કિસ્સા માં ઠગ ભગતો એ વલસાડ નાની ખત્રીવાડ માં રેડીમેડ કપડાની દુકાનમાં કામ કરતા કર્મચારીને શિકાર બનાવી બચત ના રૂપિયા દોઢ લાખ જેવા ખાતામાંથી ઉપાડી લીધા હતા.
ત્રીજા બનાવ માં વલસાડના તિથલ રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને અખબાર વિતરણ નું કામકાજ કરતા મહાદેવ સિંગ ને પણ રૂપિયા ૨૮૫૦ ગુમાવવા નો વારો આવ્યો હતો.
મહાદેવ સિંગે જણાવ્યું હતું કે મારા તો પૈસા નીકળી ગયા પરંતુ વલસાડની તેમજ આજુબાજુના વિસ્તાર ના કોઇ ગરીબ માણસ ના પૈસા ના જા ય તે માટે એફઆઈઆર નોંધાવી હતી આમ જુદાજુદા ત્રણ બનાવો વલસાડ માં બનતા ભારે ચકચાર મચી ગઇ છે.
