વલસાડ માં મતગણના શરૂ થઈ છે,રાજ્યમાં આજે મતગણના નો ભારે ઉત્સુકતા સભર દિવસ છે અને મત ગણતરી કેન્દ્રો ઉપર ઉમેદવારો અને સમર્થકો ભેગા થઈ રહ્યા છે,મત ગણતરી અને પરિણામો ઉપર સૌની મીટ મંડાઈ છે અને અહીં આંતરીક વિખવાદ ને કારણે પરિણામો કેવા આવશે તેના ઉપર સૌની નજર છે. વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતો સાથે ઉમરગામ અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન પર્વમાં મોટી સંખ્યામાં મતદારોએ ઉત્સાહ દર્શાવ્યો હતો. જિલ્લામાં 67.46 ટકા મતદાન નોંધાયું હતું. ઉમરગામ નગરપાલિકામાં 63.62 મતદાન થયું હતું. જ્યારે આજે મતગણતરી યોજાનાર છે. નગરપાલિકામાં ભાજપના 1, જિલ્લા 1 અને તાલુકા પંચાયતમા 6 ઉમેદવાર બિન હરિફ જાહેર થયેલા છે. આજે અહીં 513 ઉમેદવારો ના ભાવિનો ફેંસલો થઈ રહ્યો છે.
