વલસાડ માં ચૂંટણી પહેલા રાજકારણ માં સળવળાટ જોવા મળી રહ્યો છે અને કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે જીતુ ચૌધરી લગભગ નક્કી હોવાની વાતો વચ્ચે ચૂંટણી નું વાતાવરણ જામી રહ્યું છે અને રાજકીય કાર્યકરો,સંગઠન હોદ્દેદારો સાથે નેતાઓની બેઠકો માટે આગામી કાર્યક્રમો અંગે પણ રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે પ્રદેશ ભાજપે કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર અને રાજ્યના મંત્રી ઇશ્વરસિંહ પટેલની નિયુક્તિ કરી દેતા હવે ભાજપ દ્વારા હવે કપરાડા વિસ્તારોમાં બંન્ને ઇન્ચાર્જ પદાધિકારીઓ કામે લાગી ગયા છે અને આગામી પ્લાનિંગ ગોઠવી રહ્યા છે. આમ વલસાડ માં રાજ્કીય સળવળાટ સાથે આગામી ચૂંટણી ની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે.
