રાજ્યમાં પેપર લીક થવાની ઘટનાને લઈ તેના ઘેરા પ્રત્યાઘાતો ઉઠવા પામ્યા છે ત્યારે વલસાડ માં પણ આ મામલે પારદર્શક તપાસ ની માંગ ઉઠવા પામી છે વલસાડ માં ઈન્ડીયન યુથ કોંગ્રેસ દ્વારા વલસાડ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડ માં સંડોવાયેલા દોષિતોને શોધી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તેમજ જે પ્રમાણે પેપર લીક થઈ રહ્યા છે એ જોતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ જે એ સીધી રીતે આ મામલે જવાબદાર છે એવા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. આસિત વોરાને અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી હતી. જેથી ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના ન બને અને ગુજરાતનાં યુવાનોના ભવિષ્ય સાથે ચેડા ન થાય તે માટે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા માંગ કરી હતી.
5
/ 100
SEO સ્કોર