હાલ માં વલસાડ જિલ્લા માં કપરાડા વિધાનસભા ચુંટણીઓ નો માહોલ પરાકાષ્ટા એ છે અને રાજ્કીય પક્ષો એકબીજા ને જાહેર માં ભાંડતા હોય છે મતદારો ને એવું જ લાગે કે ભાઈ બન્ને પક્ષો વચ્ચે મોટું અંતર છે આવા દ્રશ્યો સામાન્ય રીતે જોવા મળતા હોય છે પણ રાજકારણ માં અત્યારે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કોઈને કોઈ પક્ષ માં ન ફાવે તો કૂદીને બીજા પક્ષ માં જતા રહે છે. આ બધા વચ્ચે વલસાડ માં એક એવી વાત સામે આવી રહી છે જે જોઈ થશે કે આવું પણ હોય ખરું અહીં ની એક એવી જગ્યા કે જ્યાં ભાજપ ના મોટા ગજાના નેતા અને કોંગ્રેસ ના અગ્રણી હળીમળી ને રહે છે અને એક અલગ જ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપને જણાવી દઈએ કે
વલસાડ કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ ના ગાડીઓ ના કોટ્રાક્ટ હાલ યુ.પી.એલ કંપની માં ચાલે છે અને નવાઈ ની વાત એ છે કે આ કંપની એટલે કે UPL માં જિલ્લા ભાજપ પ્રમુખ કનુંભાઈ ડાયરેક્ટ છે. હવે જનતા એજ વિચારવાનું કે ચુંટણીઓ માં જો ઉચાનીચા થયા તો ધંધો જાય તેવું લોકો માં ચર્ચા છે.
હાલ નું રાજકારણ એ નફા નુકસાન ના આધારે નક્કી થાય છે અને સૌ કોઇ વહેતી ગંગા માં હાથ ધોઈ લે છે ત્યારે લોકો પણ બધું સમજતા થયા છે અને છેલ્લા સમય માં પક્ષ પલટા જેવી ઘટનાઓ ને લઈ જનતા માં રાજકીય નેતાઓ ઉપર ભરોસો રહ્યો નથી ત્યારે વલસાડ જિલ્લા માં પાણી માં રહેવું અને મગર સાથે દુશ્મની ન કરાય તેવો ઘાટ પહેલી નજરે UPL ની આ વાસ્તવિકતા લોક નજરે ચડી રહી છે.
જોકે,વલસાડ જિલ્લા માં આ એક મિશાલ કહી શકાય કે ધંધો ધંધા ની જગ્યા એ અને રાજકારણ તેની જગ્યા એ આમા સંબંધો પણ સાચવવા પડે તે વાત અહીં લાગુ પડી રહી છે.
