આજકાલ નાની ઉંમરે જ પ્રેમ ના રવાડે ચડી જતા બાળકો ક્યારેક વાલીઓ ને દોડતા કરી મૂકે છે આવોજ એક કિસ્સો વલસાડ માં બન્યો છે જ્યાં શહેરની એક પ્રતિષ્ઠિત શાળામાં ધો.11માં અભ્યાસ કરતો અને નજીક નાએક ગામમાં રહેતો વિદ્યાર્થી અને વિદ્યાર્થિની એક સાથે અભ્યાસ કરતા હોય બન્ને ના ફોટા વિધાર્થી એ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતા વિદ્યાર્થિનીના પરિવારે શાળાએ આવીને વિદ્યાર્થીને અભ્યાસમાં ધ્યાન આપવા સમજાવ્યો હતો. જેથી વિદ્યાર્થી તે વિદ્યાર્થિનીને પ્રેમ કરતો હોવાનું જણાવ્યું હતું જોકે બીજી તરફ પ્રેમ સંબંધ રાખવા માટે વિદ્યાર્થિનીએ તેને ના પાડતા 17 ફેબ્રુઆરીએ મુંબઈ જઈને આત્મહત્યા કરવાની ધમકી આપતા પરિવારે સમજાવ્યો હતો. સોમવારે એકતરફી પ્રેમમાં પડેલા વિદ્યાર્થીએ શાળામાં કમ્પ્યુટર ક્લાસમાં ગયેલી વિદ્યર્થિનીની પાણીની બોટલમાં તેની જાણ બહાર ઉંદર મારવાની ઝેરી દવા ભેળવી દીધી હતી.વિદ્યાર્થિનીજયારે પાણી ગઈ ત્યારે વાસ આવતા વિદ્યાર્થિનીએ આચાર્યને ફરિયાદ કરતા રૂમના CCTV ચેક કરતા તેમાં વિદ્યાર્થી બોટલમાં કંઈક ભેળવતો હોવાનું દેખાયું હતું. વિદ્યાર્થિનીની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાઈ હતી.વિદ્યાર્થી વિરૂદ્ધ 307,354ડી અને 506(2) મુજબ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે વિદ્યાર્થીની પૂછપરછ હાથ ધરી હતી.જેમાં
વિદ્યાર્થીએ તેના પરિવારને પણ જણાવ્યું હતું કે, જો તે પોતાની નહિ થાય તો બીજાની પણ નહિ થવા દઉં. તે દિવસે વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીના પરિવારને મુંબઈ જઈને આત્મહત્યા કરી લઈશ તેમ જણાવ્યું હતું. સોમવારે શાળાના આચાર્યએ ઘટના અંગે બોલાવી પૂછપરછ કરતા વિદ્યાર્થિનીની પાણીની બોટલમાં ઉંદર મારવાની ઝેરી દવા ભેળવી હોવાનું જણાવ્યું હતુ
સોમવારે બપોરે કોમ્પ્યુટરનો ક્લાસ હોવાથી વિદ્યાર્થિની ક્લાસ રૂમમાં તેની બેગ મૂકીને કોમ્પ્યુટર ક્લાસમાં ગઈ હતી. જે દરમિયાન એક તરફી પ્રેમમાં પડેલા વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીની જાણ બહાર પાણીની બોટલમાં ઝેરી દવા ભેળવી દીધી હતી. સમગ્ર ઘટના ક્લાસ રૂમના CCTV કેમેરામાં કેદ થઇ હતી.
વિદ્યાર્થી નાની ઉંમરે લગ્ન કરવાની જીદને લઈને ઘરે હેરાન કરતો હોવાની ફરિયાદ ચાઈલ્ડ લાઇનને મળી હતી. ચાઈલ્ડ લાઈન દ્વારા વિદ્યાર્થીનું કાઉંસેલિંગ કરાયું હતું. વિદ્યાર્થીને નાની ઉંમરમાં લગ્ન ન થાય તે અંગે સમજાવવામાં આવ્યો હતો
પીઆઈ દેસાઈ એ જણાવ્યું હતું કે
વિદ્યાર્થી કાયદાના સંઘર્ષમાં આવતો હોવાથી પૂછપરછ કરાઈ હતી. તેના પિતાની જવાબદારી ઉપર હાલ તેને ઘરે મોકલાયો છે. બુધવારે ચાઈલ્ડ કોર્ટમાં વિદ્યાર્થીને રજુ કરવામાં આવશે.
આ ઘટના એ વલસાડ માં ભારે ચકચાર જગાવી હતી.
