વલસાડ ના મોગરાવાડી વિસ્તારમાં કેટલાક મકાનો બહાર પગથિયાં અને ઓટલાઓ ચણી દઇ કરાયેલા દબાણો ને લઈ ટ્રાફિક ની સમસ્યા ઉભી થતાં પાલિકા દ્વારા અહીં આવેલા આવા 25 જેટલા મકાન બહાર જાહેર રોડ પર બાંધેલા ઓટલા અને પગથિયાંઓ જેસીબી દ્વારા તોડી પડાયા હતા. મકાનો માં બાઇક ચઢાવવા માટે રેમ્પ ચણી દેવાતા ટ્રકો, ડમ્પરો પસાર થઇ શકતા ન હતા
વલસાડના મોગરાવાડીના મોટાતળાવ વિસ્તારમાં પાલિકા દ્વારા હાથ ધરાયેલી કામગીરી માટે મટિરિયલ નાંખવા માટે ટ્રક અને ડમ્પરો સહિતના વાહનોને પણ પસાર થવું મુશ્કેલ બન્યું હતું.આના નિરાકરણ માટે ઇજનેરે સૂચના આપતા અહિંના વિસ્તારમાંથી પસાર થતાં જાહેર રોડને લાગૂ પગથિયાં,રેમ્પ જેવા અવરોધો પાલિકાએ દૂર કરી દીધાં હતાં.
મોગરાવાડી વિસ્તારમાં મોટાતળાવથી મણિનગર તરફ જતા રસ્તા ઉપર ઓટલાતોડ ડીમોલેશન ની કાર્યવાહી હાથ ધરી હતી.
