દક્ષિણ ગુજરાત ના છેવાડે આવેલા વલસાડ માં લોકો માં બર્ડ ફલૂ ની દહેશત જોવા મળી રહી છે અને આરોગ્ય વિભાગ દ્વારા વલસાડ માં બર્ડ ફલૂ ની કોઈ શકયતા નહિ હોવાનું જણાવી રહ્યું છે તેવે સમયે જ અહીં ના સુધડ ફળીયા વિસ્તારમાં જુના કોસંબા રોડ ઉપર આવેલી એક વાડીમાં સાંજે કેટલાક કાગડાઓ અચાનક ઝાડ ઉપરથી ટપોટપ નીચે પડી તરફડીયા મારતા જોવા મળ્યા હતા અને બીજા દિવસે સવારે વાડીમાં તપાસ કરતા ચારથી વધુ કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પરિણામે અહીં ફરી એકવાર બર્ડ ફલૂ ની દહેશત ઉભી થતા બનાવ અંગે તાત્કાલિક વનવિભાગને તેમને જાણ કરતા વન વિભાગની ટીમે તપાસ કરતા 6 કાગડાઓ મૃત હાલતમાં અને 5 કાગડાઓ અર્ધ બેભાન હાલતમાં જણાયા હતા. પશુ ચિકિત્સકની ટીમ અને વનવિભાગની ટીમે ઘટના સ્થળે પહોચી કાગડાઓની અને પ્રાથમિક તપાસ હાથ ધરતા ફૂડ પોઈઝનીંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી રહ્યા છે. પશુ ચિકિત્સકની ટીમે કાગડાઓને ચેતના કેન્દ્ર ખાતે ખસેડી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી પરંતુ અચાનક કાગડાઓ કઈ રીતે ટપોટપ મૃત્યુ પામ્યા તેની તપાસ થાય તે જરૂરી છે.
