વલસાડ માં પોલીસહેડક્વાર્ટ્સ ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી ના પોલીસ મિત્ર ની પત્ની અને પુત્ર નો મહેસાણા ખાતે કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ વલસાડ પરત ફરેલા પોલીસકર્મી એ આ વાત છુપાવવા બદલ ફરિયાદ થઈ છે.
વલસાડ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા જયદીપસિંહ ચાવડા પોતાના પત્ની અને અન્ય નરેન્દ્રસિંહ નામના પોલીસમિત્ર ના પત્ની અને બાળકો ને પણ સાથે પરમિશન વગર વતન મહેસાણા ખાતે મુકવા ગયા હતા જ્યાં મહેસાણા માં ટેસ્ટિંગ દરમ્યાન નરેન્દ્રસિંહ ના પત્ની અને તેમના પુત્ર નો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા આ વાત બહાર આવતા વલસાડ પોલીસખાતા માં દોડધામ મચી ગઇ હતી. અને આ બંને પોલીસકર્મી જયદીપસિંહ અને ડુંગરી ખાતે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ને વલસાડ સિવિલ માં કોરિન્ટિન કરી સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી આ બન્ને પોલીસકર્મી ના સંપર્કમાં આવેલાઓ ની તપાસ હાથ ધરી સેમ્પલ લેવામાં આવનાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
