વલસાડ જિલ્લા માં કોરોના એ ગતિ પકડી છે અને આજે વધુ પાંચ કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાતા તંત્ર માં દોડધામ જોવા મળી રહી છે.
વલસાડ જિલ્લા માં ચાલુ માસ ડિસેમ્બર મહિના ની શરૂઆત માજ કોરોના એ માથુ ઉંચકયું છે અને પ્રથમ સપ્તાહ માં જ ગઈકાલ સુધી માં કુલ 19 કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાયા બાદ આજે વધુ પાંચ કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાયા છે જે આંક 24 ઉપર પહોંચ્યો છે.
આજે એક સાથે પાંચ કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધતા સ્થાનિક આરોગ્ય વિભાગ માં ચિંતા પ્રસરી છે આજે નોંધાયેલા કોરોના ના દર્દીઓ માં વાપી માં એક,પારડી માં એક અને ત્રણ વલસાડ ના મળી કુલ પાંચ દર્દીઓ કોરોના પોઝીટિવ આવ્યા છે.
આમ વલસાડ જિલ્લા માં સરેરાશ રોજ ના બે કોરોના પોઝીટિવ દર્દી નોંધાતા હતા પણ આજે 9 મી ડિસેમ્બરે પાંચ દર્દીઓ નોંધાતા કોરોના નું સંક્રમણ ઝડપ થી વધતા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ને વધુ પ્રસરતો અટકાવવા માટે વેકશીન ડ્રાઇવ અને કોરોના ગાઈડ લાઈન નો અમલ કરાવવા માટે પગલા ભરવામાં આવી રહયા છે.
