રાજય માં કોરોના ના ચોક્કસ આંકડા આપવામાં આવતા નહિ હોવાની સુરત,વડોદરા,અમદાવાદમાં બૂમ ઉઠયા બાદ વલસાડ માં પણ આરોગ્ય વિભાગ દ્વારા પણ મોત ના આંકડા છુપાવવા નું સામે આવ્યું છે વલસાડ માં દિવસે ને દિવસે કોરોના ના આંકડા વધી રહ્યા છે ચિંતા નો માહોલ બની ચુક્યો છે ત્યારે વલસાડ માં કોરોના થી મોત ને ભેટતા લોકો ની માહિતી વલસાડ આરોગય વિભાગ દ્વારા છુપાવવા માં આવી રહી છે ત્યારે સત્ય મીડિયા ની ટિમ દ્વારા આજરોજ સવારે થી વલસાડ કોવિડ સિવિલ હોસ્પિટલ તપાસ કરતા કોવિદ ગાઇડલાઇન સાથે ની ડેથ બોડી ના વિડીયો કેમેરા માં કેદ કર્યા હતા એક સાથે 9 જેટલી ડેડ બોડી આજરોજ જિલ્લા ના અલગ અલગ વિસ્તાર માં લઈ જવામાં આવી પરંતુ એ આંકડા હજી સુધી સામે આવ્યા નથી છેલ્લા 5 થી 6 દિવસ માં 15 થી વધુ ડેથ બોડી નું અંતિમ ક્રિયા થઇ છે.અને તે કોરોના ને મોત ને ભેટલ લોકો ની કોવિડ ગાઇડલાઇન થી વાપી સ્મશાન ગૃહ પર અંતિમ ક્રિયા માટે ડેથ બોડી આવી રહી છે પરંતુ તંત્ર આ મોટ ના એકાદ જાહેર નથી કરી રહ્યું એને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે ..કોરોના થી મોત થયેલા દર્દી ઓન આંકડા છુપાવવા ને લઈ આરોગ્ય વિભાગ ની તપાસ કરી વહીવટી તંત્ર તપાસ રિપોર્ટ મગાવે એ જરૂરી બન્યું છે દિવસે ને દિવસે કેસો વધતા ની સાથે મોત ના આંકડા પણ વધી રહ્યા છે સત્ય મીડિયા ને કોવિડ હોસ્પિટલ માંથી મળતી માહિતી મુજબ વલસાડ કોવિડ સિવિલ હોસ્પિટલ માં રોજ એક કે બે પોઝિટિવ દર્દીઓના મોત થાય છે તેમ છતાં વલસાડ આરોગ્ય વિભાગ દ્રારા આંકડા છુપાવામાં આવી રહયા હોવાનું જણાય રહ્યું છે.
