વલસાડમાં કોરોના બરાબર નોવકર્યો છે તે આ વાત ઉપર થી સ્પષ્ટ થઈ રહ્યું છે કે અહીંની ખાનગી હોસ્પિટલમાં બેડ ફુલ થઇ ગયા છે. વલસાડ શહેર ની મૃણાલ હોસ્પિટલ, કસ્તૂરબા હોસ્પિટલ, લોટસ હોસ્પિટલ, અમિત હોસ્પિટલ, તેમજ વાપીની હરિયા હોસ્પિટલ, ટ્વેન્ટી ફર્સ્ટ હોસ્પિટલ માં પણ બેડ ફૂલ હોવાની વિગતો છે.
એક પણ હોસ્પિટલમાં વેન્ટિલેટર ધરાવતા આઇસીયુ સહિત બેડ ખાલી નથી. જોકે, સિવિલમાં 300 પૈકી 50 ટકા બેડ હજી ખાલી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
વલસાડ કોવિડ સિવિલમાં દાખલ દર્દીની સંખ્યા156 જણાવાઈ રહી છે.પરિણામે જો સિવિલમાં પણ કેસો વધે તો આગામી દિવસો માં સ્થિતિ વિકટ બની શકે તેમ છે કારણ કે સંક્રમણ બંધ થયું નથી.