વલસાડ માં કોરોના હવે કાબુ બહાર છે અને કોરોના ની સ્થિતિ જોતા વલસાડ સિવિલ ના ઈંટર્ન ડોકટરો અને સ્ટાફે પોતાને યોગ્ય પીપીટી કીટ અપાતી નહિ હોવાની ફરિયાદ કરી સ્ટાફ માં કોરોના નો ચેપ લાગવાની દહેશત વ્યક્ત કરી ને થોડીવાર માટે કામ ઠપ્પ કરી દેતા આખરે તેઓ ને યોગ્ય કીટ આપવાની ખાત્રી મળતા હડતાળ સમેટાઈ હતી પરંતુ આ ડોકટરો અને સ્ટાફ માં કોરોના નો ચેપ લાગવાની જે દહેશત હતી તે સાચી પડી છે અને સારવાર કરનાર ખુદ વોરિયર્સ એટલે કે તબીબો પણ કોરોના નો ભોગ બનતા ભારે ચકચાર મચી છે હવે વલસાડ માં કોરોના ભયંકર રીતે સ્પ્રેડ થઈ ચૂક્યો હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે જેને લઈ આરોગ્ય વિભાગ માં દોડધામ મચી ગઇ છે. વલસાડ કોવિડ-19 સિવિલ હોસ્પિટલના 1 ઇન્ટર્ન ડોકટર અને નર્સિંગ સ્ટાફના 1 વોર્ડ બોય કોરોના પોઝિટિવ નિકળતા સિવિલમાં દોડધામ મચી ગઈ હતી અને જો સારી ગુણવતા વાળી કીટ અને માસ્ક મળ્યા હોત તો કદાચ સ્ટાફ કોરોના ના સંક્ર્મણ થી બચી શકતે તેવી લાગણી ઉઠી છે આ સિવાય વલસાડના જ એક મહિલા પીએચસી ડોકટર કોરોના સંક્રમિત થતાં વાપી સ્થિત જનસેવા હોસ્પટલ માં સારવાર અર્થે લઈ જવાયા છે જે વાત થી તબીબો માં ભારે ચિંતા પ્રસરી છે. અત્રે નોંધનીય છે કે જિલ્લામાં કોરોના સંક્રમિતના કુલ કેસનો આંકડો 534 અને મૃત્યાંક 46 પર પહોંચી ગયો છે અને દિનપ્રતિદિન કોરોના કાબૂ બહાર જઇ રહ્યો છે.જૂલાઇ માસ દરમ્યાન વલસાડ જિલ્લામાં કોરોના વધુ સ્પ્રેડ થયો હોવાનું સપાટી ઉપર આવ્યુ છે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગને કોરોના સંક્રમણને રોકવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે પરંતુ કોરોના બેકાબુ થતા હવે વાત કાબુ બહાર હોવાનું જણાય રહયું છે ત્યારે નાનકડા વલસાડ જિલ્લા માં કોરોના ઉપર કાબુ મેળવવા રાજ્ય સરકાર દરમ્યાનગિરી કરે તેવી લાગણી ઉઠી રહી છે.
