વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ વધી ગયું છે તે જોતા હવે એકબાદ એક પગલાં ભરવામાં આવી રહ્યા છે તેવે સમયે પારનેરા ડુંગર ઉપર બિરાજમાન શ્રી ચામુંડા માતાજી મંદિર પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.તા. 13 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવા નક્કી કરાયું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને સોશિયલ મીડિયાના માધ્યમથી માતાજીના દર્શન કરવા અપીલ કરવામા આવી છે. ચૈત્રી નવરાત્રી દરમિાયન મંદિર બંધ રહેશે પણ અહીં થતી પૂજાવિધિ અને હોમ હવન ચાલુ રખાશે.
કોરોના નું સંક્રમણ ચાલુ રહ્યું છે અને વધુ એક નેતા કોરોના પોઝીટીવ આવ્યા છે વિગતો મુજબ વલસાડ જિલ્લાના ભાજપના કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગની ટીમના માર્ગદર્શન મુજબ ઘરે હોમ આઇસોલેટ થયા છે. તેમના સંપર્કમાં આવેલ લોકોને ટેસ્ટ કરાવવાની સોશ્યલ મીડિયામાં કરી અપીલ છે.
ઉલ્લેખનીય છે કે, જીતુ ચૌધરીએ અઠવાડિયા પહેલા જ કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો.
