વલસાડ માં ગૌરક્ષકને ટેમ્પાથી ઉડાવી મોત નિપજાવવાના ના બનાવ માં પોલીસે દસ ઇસમોને માત્ર ૨૪ કલાકમાં ઝડપી લીધા હતા.
બનાવની વિગત – તા .૧૭ / ૦૬ / ૨૦૨૧ ના રોજ રાતના સાડા દશેક વાગે ધરમપુર તાલુકાના બારસોલ ગામેથી એક ટાટા ટેમ્પો નં . MH – 04 – FD2714 માં ગાયો ભરી આ ટેમ્પો મહારાષ્ટ્ર તરફ જનાર છે તેવી માહિતી વાપીના ગૌરક્ષક રાજેશ હસ્તીમલ શાહે ધરમપુરના રહેવાસી ગૌરક્ષક હાર્દિકભાઇ કંસારાને મોબાઇલ ફોનથી જાણ કરેલ હતી આ માહિતી બાબતે હાર્દિકભાઇએ અન્ય ગૌરક્ષક વિમલભાઇ ભરવાડ તથા આકાશભાઇ જાની ને જાણ કરેલ આ સમય દરમ્યાન ક્રેટા ગાડીમાં રાજેશભાઇ શાહ તથા મહાવીરભાઇ જૈન પણ બારસોલ ગામે આવી ગયેલ હતા ત્યારે રાજેશભાઇએ હાર્દિકભાઇને ફોન કરી જણાવેલ કે , ઉપરોકત ટેમ્પો બારસોલથી ગાયો ભરી વલસાડ તરફ જઇ રહેલ છે તે માહિતી આધારે હાર્દિકભાઇ તથા અન્ય ગૌરક્ષકો XUV ગાડીમાં બેસી ટેમ્પાનો પીછો કરેલ ત્યારે આ ટેમ્પો ધરમપુર થી જુજવા થઇ ધરમપુર ચાર રસ્તા વલસાડ ફથી ડુંગરી તરફ ગયેલ ત્યારે પોલીસ કર્મચારીઓ સરકારી બોલેરો કાર તથા ગૌરક્ષકોએ ખાનગી વાહન સાથે પીછો કરેલ અને ઉપરોકત ટેમ્પો સોનવાડા ગામથી યુ ટર્ન મારી પરત વલસાડ તરફ વળી ગયેલ ત્યારે બાલાજી વેફર્સ કંપની સામેના રોડ પર શંકરતળાવ . બામખાડીના પુલ પાસે હાર્દિકભાઇએ પોતાની કાર આગળ કરી ટ્રાફીક બ્લોક કરાવી ટેમ્પો રોકવાની કોશિષ કરતા ટેમ્પા ચાલકે પુરઝડપે ટેમ્પો ચલાવી હાર્દિકભાઇને અડફેટે લેતાં તેમને ગંભીર ઇજાઓ થતાં હાર્દિકભાઇનું ઘટના સ્થળે અવસાન થયેલ હતું અને ટેમ્પો ચાલક ટેમ્પો છોડી નાસી ગયેલ હતો અને ટેમ્પામાંથી ૧૦ ગાય તથા ૧ બળદ મળી કુલ -૧૧ પશુઓ મળી આવેલ હતા આ બાબતે ડુંગરી પો.સ્ટે.માં ગુ.ર.નં .૧૧૨૦૦૦૧૯૨૧૦૯૫૪ / ૨૦૨૧ ઇ.પી.કો. કલમ .૩૦૪ તથા પશુ કુરતા અધિનિયમ તથા ગુજરાત આવશ્યક અને ઢોર નિયંત્રણ અધિનિયમ તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ ઇલેવન્થ એમેન્ડમેન્ટ અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો . ઉપરોકત બનાવમાં અબોલ પશુઓને કતલખાને જતા અટકાવવા માટે સતત કાર્યરત અને સક્રિય યુવાન ગૌરક્ષક શ્રી હાર્દિકભાઇનું અવસાન થયેલ હોય અને સમગ્ર બનાવ ખુબ જ ગંભીર અને સંવેદનશીલ હોય સમગ્ર બનાવમાં સંડોવાયેલ / સંકળાયેલ ટેમ્પો માલિક , ટેમ્પોના ડ્રાઇવર , પશુઓ ભરાવનાર , પશુઓ વેચાણ આપનાર તથા પશુઓનું ટ્રાન્સપોર્ટેશન કરનાર તમામ ઇસમોને તાત્કાલિક ઝડપી પાડવા માટે સુરત વિભાગના અધિક પોલીસ મહાનિદેશક , ડૉ . એસ.પી. રાજકુમાર , વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક , ડો . રાજદીપસિંહ ઝાલા ના સીધા માર્ગદર્શન અને સુચના મુજબ વલસાડ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક, એમ.એન.ચાવડા ના નેતૃત્વ હેઠળ વલસાડ જિલ્લા એલ.સી.બી. / એસ.ઓ.જી . ડુંગરી પો.સ્ટે . , ધરમપુર પો.સ્ટે . વલસાડ રૂરલ પોસ્ટ , વાપી જી.આઇ.ડી.સી. પો.સ્ટે . કપરાડા પો.સ્ટે.ના પોલીસ અધિકારી / કર્મચારીઓની જુદી – જુદી ટીમોની રચના કરવામાં આવેલ હતી . વલસાડ ખાતેની ટેકનિક તથા ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા ગુનામાં સંડોવાયેલ આરોપીઓના નામ સરનામાં અને ફોટોગ્રાફ મેળવી તમામ ટીમના ઇન્ચાર્જશ્રીને જુદા જુદા વ્યકિતઓને અહમદનગર , નાશિક , ભીંવડી , માલેગાંવ , થાણે , વિગેરે જગ્યાએથી ઝડપી પાડવા કામગીરી સોપવામાં આવેલ હતી . આ જુદી જુદી ટીમો દ્વારા ગુન્હામાં સંડોવાયેલ નીચે મુજબના કુલ -૧૦ આરોપીઓની ધરપકડ / અટકાયત કરવામાં આવેલ છે . ( ૧ ) અસગર ઉર્ફ માકીયા S / O અબ્દુલગફાર અન્સારી રહે.ભીવંડી > ગણેશપુરી પો.સ્ટે , મહારાષ્ટ્ર ખાતે પશુની હેરાફેરીમાં પકડાયેલ છે . ( ર ) જાવેદ મહંમદનબી શેખ રહે.ભીવંડી , મહારાષ્ટ્ર » ઉમરગામ પો.સ્ટે . ખાતે પશુની હેરાફેરીમાં પકડાયેલ છે .( ૩ ) અન્સાર ગુલામ શેખ રહે.અતુલ તા.જી.વલસાડ ( ૪ ) અલીમુરાદ S / ૦ જમાલ આડીસર રહે.વાંકલ , ભેખલા ફળીયા , તા.જી.વલસાડ ( ૫ ) જમીલ ડ / o સલીમ શેખ રહે.ભીવંડી , મહારાષ્ટ્ર – તલાસરી પો.સ્ટે , મહારાષ્ટ્ર ખાતે પશુની હેરાફેરીમાં પકડાયેલ છે . ( ૬ ) ખલીલ સલીમ શેખ રહે.ભીવંડી , મહારાષ્ટ્ર > માનીકપુર પો.સ્ટે , વસઇ , મહારાષ્ટ્ર ખાતે પશુની હેરાફેરીમાં પકડાયેલ છે . ( ૭ ) ધશ ઉર્ફ ફતા સમકભાઇ આહીર રહે.બારસોલ , પટેલ ફળીયા તા.ધરમપુર જી.વલસાડ ( ૮ ) કમલેશ રામાભાઇ આહીર રહે.બારસોલ , આહીર ફ . તા.ધરમપુર જી.વલસાડ ( ૯ ) જયેશભાઇ રવલાભાઇ આહીર રહે.બારસોલ તા.ધરમપુર જી.વલસાડ ( ૧૦ ) હસન so નઝીર આલીસર રહે.વાંકલ , ભેખલા ફળીયા તા.જી.વલસાડ » ઉમરગામ પો.સ્ટે . ખાતે પશુની હેરાફેરીમાં પકડાયેલ છે . ઉપરોકત ગુન્હાના કામે પકડાયેલ આરોપીઓની પુછપરછ કરતા અતુલ ખાતે રહેતા અન્સાર શેખ તથા ધુમાડીયા ફળીયાનો ઝાકીર અલ્લારખુ શેખ બન્ને મળી ધરમપુર , પારડી અને વલસાડ તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તાર માંથી પશુઓના ખરીદ વેચાણ કરનાર અલીમુરાદ , મીરખાન , અકબર આલીશર ત્રણેય રહે . વાંકલ તથા રાજુ આહિર રહે . બારસોલ નાઓ પાસેથી ગાય અને બળદની ખરીદી કરી બારસોલના કમલેશ આહિર , જયેશ આહિર તથા વાંકલના હસન કાદરીના ટેમ્પો મારફતે હેરફેર કરી બારસોલના ધર્મેશ ઉર્ફ ફતા આહિરના ખેતરમાં પશુઓ એકઠા કરી અનસાર , ગુલાબ અને ઝાકીર શેખ ભીંવડીના જાવેદ શેખના ટેમ્પો મારફતે ભીંવડી , નાશિક અને અહમદનગર જીલ્લામાં જમીલ શેખ શહિદ ઉર્ફ અન્ના શેખ તથા ખલીલ શેખ મારફતે વેચાણ કરે છે . અને પકડાયેલ આરોપીઓ પૈકી અન્સાર અલી તથા ઝાકીર અલ્લારખુ શેખ ગાય , ભેંસ તબેલાવાળા પાસેથી એક ગાય સરેરાશ રૂ . પાંય થી છ હજારમાં ખરીદ કરી આગળના ઇસમ જમીલ શેખ વિગેરેને રૂ . સાત થી આઠ હજારમાં વેચતા હતા . હાલ આ ગુન્હાની તપાસ પો.સ.ઇ. જે.એસ.રાજપુત ડુંગરી પો.સ્ટે . નાઓ કરી રહેલ છે . આ કામગીરીમાં વલસાડ જી.ઓ.બારડ પોલીસ ઇન્સ્પેકટર એસ.બી. , વિજી.ભરવાડ , પોલીસ ઇન્સ્પેકટર , વાપી જી.આઇ.ડી.સી , સી.એચ પનારા , ઇ.ચા. પો.ઇન્સ . , એલ.સી.બી , કે.જે.રાઠોડ , પો.સ.ઇ. એસ.ઓ.જી , કે.એમ.બેરીયા , પો.સ.ઇ. એલ.સી.બી. એલ.જી.રાઠોડ , પો.સ.ઇ. એસ.ઓ.જી. એ જે.રાણા , પો.સ.ઇ. વલસાડ રૂરલ , એ.કે.દેસાઇ , પો.સ.ઇ. ધરમપુર , ડી.આર.ભાદરકા , પો.સ.ઇ. કપરાડા , બી.એચ.રાઠોડ , પો.સ.ઇ. ભિલાડ , જે.એસ.રાજપુત પો.સ.ઇ. ડુંગરી તથા તેઓની ટીમના પોલીસ કર્મચારીઓ જોડાયેલ હતા .