રાજ્યમાં કોરોના થી મોત ને ભેટનારા દર્દીઓ ની સંખ્યા ખુબજ મોટી હોવાની વાસ્તવિકતા સામે આવી રહી છે,મીડિયા ના જાંબાઝ પત્રકારો પોતાના જાન ની પરવા કર્યા વગર સાચી હકીકત બહાર લાવવા સ્મશાન તેમજ હોસ્પિટલમાં જઇ ને રીપોટિંગ કરી જનતા સમક્ષ માહિતી લાવી રહ્યા છે કારણ કે સરકારી તંત્ર સાચા આંકડા દરેક જગ્યા એ આપતું જ નથી જે એક હકીકત છે.
વલસાડ જિલ્લા માં પણ હવે સાચા મૃત્યુઆંક આપવામાં આવતા નથી
વાપી સ્મશાનમાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા બે દિવસમાં કુલ 15 મૃતકોને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. જેમાંથી 11 મૃતકો કોરોના પોઝિટિવ હોવાની હકીકત સામે બે દિવસમાં સરકારી ચોપડે માત્ર 2 દર્દીઓ ના મોત ની નોંધ કરવામાં આવી છે. કોરોના માં મોત ને ભેટનારા દર્દીઓ અંગે આંકડાની વાસ્તવિકતા અલગ હોવાનું સપાટી ઉપર આવ્યું છે. છેલ્લા 4 દિવસમાં 9 સામાન્ય મૃતક અને 18 કોરોના પોઝિટિવ મળી 27 મૃતકોને અગ્નિદાહ આપવામાં આવ્યો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.જોકે, આ અંગે એક વાત એવી પણ છે કે સિટી સ્કેન અને એન્ટિજનમાં પોઝિટિવ આવનારની નોંધ સરકારી યાદીમાં થતી ન હોય મૃત્યુઆંક નો તેમાં ઉલ્લેખ થતો નથી પણ સાચો આંક તો દરેક જગ્યા એ સ્મશાનો માં જ જોવા મળે છે જ્યાં અનેક મૃતદેહો કોરોના પોઝીટિવ આવી રહ્યા છે જેની સંખ્યા વધુ છે.
વાપી સ્મશાનમાં વલસાડ સિવિલ,ઉમરગામ,પારડી સહિત જિલ્લાભરમાંથી મૃતકોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. જેમાં વાપીના 7 મૃતકોનો પણ સમાવેશ થાય છે. એપ્રિલની શરૂઆતથી સ્મશાનમાં મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. પહેલા સરેરાશ 1થી 2 લોકોને અગ્નિદાહ આપવામાં આવતો હતો પરંતુ હવે 4થી વધુ મૃતકોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. અહી શંકાસ્પદ કોવિડના દર્દીઓને પણ કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ અગ્નિસંસ્કાર આપવામાં આવી રહ્યો હોવાની વાત સામે આવી છે જેનાથી નાનકડા વલસાડ માં કોરોના ની સ્થિતિ ધાર્યા કરતાં વધુ વિકટ હોવાનું સામે આવી રહ્યું છે.
