વલસાડ માં જર્જરિત બિલ્ડીંગો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જશે કેમ કે કમોસમી વરસાદ માં જ બે બિલ્ડીંગ ના સ્લેબ તૂટી પડવાના બનાવ બન્યા છે.વલસાડ શહેર અને જિલ્લા માં હાલ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે ત્યારે વલસાડ ના જર્જરિત મકાનો ભયજનક બન્યા છે અને સ્લેબ તૂટી પડવાના બે બનાવો નોંધાયા હતા. વરસાદને પગલે શહેર ના શ્રોફચાલ નજીક આવલા ગંગોત્રી એપાર્ટમેટનો ત્રીજા માળનો સ્લેબ તૂટી પડતા ભારે અફડા તફડી મચી ગઇ હતી. જોકે સદનસીબે આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારી અને 2 બાળકોનો ચમત્કારિક બચાવ થયો હોવાની વિગતો સામે આવી છે.
ઉપરાંત શાકભાજી માર્કેટમાં આવેલા 120 આવસ નો બીજા માળનો સ્લેબ પણ તૂટી પડતાશાકભાજી વેચતી મહિલા ઇજાઓ પહોંચી હતી. ઇજગ્રસ્ત મહિલાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.
વિગતો મુજબ શ્રોફચાલ પાસે આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટના ત્રીજા માળનો બાલ્કનીનો સ્લેબ તૂટ્યો તે એપાર્ટમેન્ટ 40 વર્ષ જૂનું બાંધકામ ધરાવે છે અને આ એપાર્ટમેન્ટ જર્જરિત થઈ ગયું હોવાથી ગમેત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. જ્યારે શાકભાજી માર્કેટમાં આવેલા 120 આવાસનો બીજા માળનો સ્લેબ ધડાકા સાથે તૂટી પડ્યો હતો જેનો કાટમાળ ક્રિષ્ના સાડી સેન્ટરના છાપરા ઉપર પડીને શાકભાજી વેચતી મહિલા પર પડતા મહિલાને થયેલી ઇજાઓ થતા સ્થાનિક લોકો દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આમ વલસાડ માં જર્જરિત બિલ્ડીંગો ભયજનક બની રહી છે જે ગમેત્યારે મોટી દુર્ઘટના નું કારણ બની શકે તેમ છે ત્યારે સબંધિત વિભાગ દ્વારા આ અંગે ત્વરિત પગલાં ભરાય તે જરૂરી છે.
