વલસાડ નજીક ટ્રેન અડફેટે આવી જતા રાષ્ટ્રીય પક્ષી મોર નું મૃત્યુ થયું હોવાનો બનાવ બન્યો હતો જોકે, રાષ્ટ્રીય પક્ષી ની ગરીમાં જાળવી ટ્રેન થોભાવી દઈ મૃતક મોર ને બહાર કાઢવામાં આવ્યો હતો અને સંબંધિત વિભાગ ને જાણ કરવામાં આવી હતી.
વિગતો મુજબ મુંબઇ તરફ જતી ટ્રેન નંબર 02954 અગસ્ત ક્રાંતિ પાયલોટ ની સૂચના અનુસાર રાષ્ટ્રીય પક્ષી મોર વલસાડ અને ડુંગરી સ્ટેશન વચ્ચે એન્જિન ના કપલિંગ માં ફસાઇ ગયો હતો પરિણામે મોર નું મૃત્યુ થઈ ગયું હતું.
આ અંગે જાણ થતાં જ વલસાડ સ્ટેશન પર ટ્રેન ઊભી રાખી અને સન્માન પૂર્વક મોર ને મૃત અવસ્થામાં બહાર કાઢવામા આવ્યો હતો અને વન વિભાગ ને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના અધિકારી આવી મોર ને ચણવઇ ફોરેસ્ટ ખાતે લઈ ગયા જ્યાં મોર ના અંતિમ સંસ્કાર કરાશે
